બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / કોણી કાળી પડી ગઈ છે? આ ઘરેલું ઉપાયથી કાળાશ થઈ જશે છૂમંતર, ટ્રાય કરવા જેવા નુસખા
7 ફોટો ગેલેરી
Last Updated: 11:17 PM, 25 March 2025
1/7
શું તમારી કોણીનો રંગ કાળો પડી ગયો છે, શું તમને તેના કારણે સ્લીવલેસ કપડાં પહેરવામાં શરમ આવે છે? ઘણી વખત લોકો કોણીની કાળાશ છુપાવવા માટે આખી બાંયના કપડાં પહેરે છે. કોણી કાળી થવા પાછળનું સૌથી મોટું કારણ ડેડ સેલ્સ હોય છે. સાફ સફાઈ અભાવે કોણીની નજીક ડેડ સેલ્સ એકઠા થાય છે. જેના કારણે ત્યાં કાળાશ દેખાવા લાગે છે. કોણીની કાળાશ દૂર કરવા માટે અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવશું.
2/7
3/7
હળદર અને દહીંનું મિશ્રણ પણ કોણીની કાળાશ દૂર કરવામાં મદદ કરે છે. હળદરમાં કરક્યૂમિન હોય છે જે ત્વચાના ડેડ સેલ્સને દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. એના માટે તમે હળદરમાં દહીં ઉમેરીને મિશ્રણ બનાવો અને તેને કોણી પર લગાવો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો અને ત્યાર બાદ તેને ગરમ પાણીથી ધોઈ લો.
4/7
લીંબુ અને ખાંડનું મિશ્રણ કોણીની કાળાશ દૂર કરવામાં મદદરૂપ થાય છે. લીંબુમાં વિટામિન સી હોય છે જે ત્વચાના ડેડ સેલ્સને દૂર કરવામાં મદદ કરે છે, તો ખાંડમાં એક્સફોલિએટિંગ ગુણધર્મો હોય છે જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તેના માટે લીંબુના રસમાં ખાંડ ઉમેરીને મિશ્રણ બનાવો અને કોણી પર લગાવો. પછી તેને 15-20 મિનિટ સુધી રહેવા દો અને ત્યાર બાદ ગરમ પાણીથી ધોઈ લો.
5/7
ચણાનો લોટ અને દહીંનું મિશ્રણ કોણીની કાળાશ દૂર કરી શકે છે. ચણાના લોટમાં એક્સફોલિએટિંગ ગુણધર્મો હોય છે જે સ્કિનના ડેડ સેલ્સને દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાને ચમકદાર બનાવે છે. એના માટે ચણાના લોટને દહીંમાં ભેળવીને મિશ્રણ બનાવો અને તેને કોણી પર લગાવો. તેને 15-20 મિનિટ સુધી રહેવા દો અને બાદમાં ગરમ પાણીથી ધોઈ લો.
6/7
7/7
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ