બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:15 AM, 4 October 2024
રેગ્યુલર શેવિંગ કરવાથી સુંદરતા વધી જાય છે. જો કે પુરુષો પોતાની દાઢી દરરોજ સેવ ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે પરંતુ કેટલીક એવી મહિલાઓ છે જે પોતાના ચહેરા અને શરીરના વાળને હંમેશાં શેવ કરાવતી હોય છે. મહિલાઓ વેક્સિંગ જેવી પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થાય છે અને તેમને લાગે છે કે આવું કરવાથી તેમની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ વિચારો શું થશે જો મહિલાઓ દરરોજ સેવ કરે તો..શુ દરરોજ સેવ કરવાના ફાયદા છે.
ADVERTISEMENT
ન્યુયોર્ક પોસ્ટના અનુસાર, મેરી નામની એક મહિલાએ ટિકટોક પર દાવો કર્યો છે કે તે દરરોજ પોતાનો ચહેરો સેવ કરે છે અને તેનાથી ફાયદો પણ થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને શેર કર્યું છે કે સેવિંગ ડેડ સ્કિન સેલ્સ અને એક્સ્ટ્રા ફેસ ઓયલથી છૂટકારો મેળવવા માટે સારું છે. તેનાથી મેકઅપ પણ સરળતાથી થઈ જાય છે. 2023નો તેનો વાયરલ વીડિયો અત્યારે ઘણો ચર્ચામાં છે.
ADVERTISEMENT
મેરી સિમ્પલ અને ડિસ્પોઝેબલ રેઝરનો યુઝ કરે છે. તેને દાવો કરતા કહ્યું કે, મને લાગે છે કે તે વાસ્તવમાં સ્કિનને સારી રાખવામાં મદદ કરે છે કેમ કે તેમાં કોઈ બેક્ટેરિયા નથી હોતા. તેના પોતાના ચહેરાને ત્યારે શેવ કરવાનું શરૂ કર્યું જ્યારે તેને રેઝરથી વાળ દૂર કરવાનું શરૂ કર્યું પરંતુ વિટિલિગોની જાણ થતા તેને રેઝર કરવાનું બંધ કર્યું કેમ કે ઈલેક્ટ્રોલિસિસ તેના માટે ખૂબ પીડાદાયક હતું. તેથી તે ચહેરાને સેવ કરાવતી હતી.
વધુ વાંચોઃ- સવારના નાસ્તાથી લઈને ડિનર, ફિટ અને હેલ્ધી રહેવા આવો હોવો જોઈએ ત્રણ ટાઈમનો ખોરાક
મેરીએ દરરોજ સેવિંગના બેનિફિટ્સ જોયા, ડેડ સ્કિન સેલ્સને હટાવવા અને એક્સ્ટ્રા ફેસ ઓયલથી છૂટકારો મેળવવા તે સેવ કરે છે. પહેલા તેને લાગતું હતું કે તેના ચહેરાના વાળ તેના સ્કિનના છિદ્રોને બંધ કરે છે. તે પોતાના ચહેરાના વાળ, પીચ ફઝ, જોલાઈન, ભમરની નજીક અને તેના ઉપર હોઠ પર સેવ કરે છે. કેટલાક હેલ્થ એક્સપર્ટે દાવો કર્યો છે કે દરરોજ સેવ કરવાથી સ્કિન ચીકની અને ચમકદાર થઈ જાય છે.
કોમેન્ટ બોક્સમાં ઘણા લોકો તેની સાથે સહમત નથી. એક યુઝરે લખ્યું, તે મારા જીવનમાં સૌથી મૂર્ખ બાબત છે. કેટલાક એવા હતા જે મેરી સાથે સહમત નહોતા. એક અન્ય યુઝરે લખ્યું, હું છેલ્લા 20 વર્ષોથી મહિનામાં બે વખત ચહેરો સેવ કરું છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.