બીટિંગ ધ રીટ્રીટ કાર્યક્રમ દેશનો સૌથી મોટો ડ્રોન શો યોજાશે
પ્રજાસત્તાક દિવસ 2023ની ઉજવણીનું ઔપચારિક સમાપનનું પ્રતિક બીટિંગ ધ રીટ્રીટ સેરેમની દિલ્હીમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. બીટીંગ રીટ્રીટ સેરેમની ભારતીય શાસ્ત્રીય સંગીત પર આધારિત ધૂનોથી ભરપૂર છે. આ દરમિયાન દેશનો સૌથી મોટો ડ્રોન શો પણ યોજાશે, જેમાં 3,500 સ્વદેશી ડ્રોન સામેલ હશે. વિજય ચોક ખાતે ભવ્ય કાર્યક્રમ દરમિયાન નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકના આગળના છેડે પ્રથમ વખત રંગબેરંગી લાઈટો દ્વારા વિવિધ આકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે.
બીટિંગ ધ રીટ્રીટ સેરેમની
દિલ્હીમાં યોજાઇ રહેલ બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઉપરાંત, CDS, ત્રણેય સેનાના વડાઓ પણ સમારોહમાં હાજરી આપી હતી.
#WATCH | Amid rain lashing the national capital, Military bands enthrall audience at ‘Beating the Retreat’ ceremony at Vijay Chowk in Delhi
બીટિંગ ધ રીટ્રીટ સેરેમની ડ્રોન શો
બીટિંગ ધ રીટ્રીટ સેરેમની દરમિયાન ડ્રોન શો ખાસ બની રહેશે. આ ડ્રોન શોનું આયોજન સ્ટાર્ટ-અપ બોટલેબ્સ ડાયનેમિક્સ દ્વારા કરવામાં આવશે. પ્રથમ વખત બીટીંગ રીટ્રીટ સેરેમની દરમિયાન નોર્થ અને સાઉથ બ્લોકના આગળના છેડે 3D એનામોર્ફિક પ્રોજેક્શનનું આયોજન કરવામાં આવશે.
President Droupadi Murmu arrives for ‘Beating the Retreat’ ceremony at Vijay Chowk in Delhi pic.twitter.com/X4Q06QBwYG
દર વર્ષે 29 જાન્યુઆરીએ થાય છે બીટિંગ ધ રીટ્રીટ સેરેમની
બીટિંગ ધ રીટ્રીટ સેરેમની દર વર્ષે 29 જાન્યુઆરીએ થાય છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો સત્તાવાર અંત બીટિંગ ધ રીટ્રીટ સાથે થાય છે, જે વિજય ચોક ખાતે થાય છે. સાંજે સમારંભના ભાગરૂપે ધ્વજ ઉતારવામાં આવે છે. બીટીંગ ધ રીટ્રીટ દરમિયાન રાષ્ટ્રપતિ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક અને સંસદ ભવન તમામને રોશનીથી શણગારવામાં આવે છે.
PM Narendra Modi arrives for ‘Beating the Retreat’ ceremony at Vijay Chowk in Delhi
The ceremony marks the formal end of Republic Day celebrations.
ટ્રાફિક એડવાઈઝરી પણ જાહેર કરાઈ
દિલ્હી પોલીસે પણ આ કાર્યક્રમને લઈને ટ્રાફિક માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે એડવાઈઝરી જાહેર કરીને કહ્યું કે, રવિવારે બપોરે 2 થી 9.30 વાગ્યા સુધી ટ્રાફિક નિયંત્રણો અમલમાં રહેશે અને વિજય ચોક ટ્રાફિક માટે બંધ રહેશે.