બ્રેકિંગ ન્યુઝ
VTV / bear grylls man vs wild narendra modi talks about nature and man
Kavan
Last Updated: 11:12 PM, 12 August 2019
તેના પ્રશ્નનો જવાબ આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, જો પ્રકૃતિ સાથે સંઘર્ષ કરશો, કુદરતની વિરૂદ્ધ રહેશો તો તમને તમામ બાબત ખતરનાક લાગશે. ત્યારે તમને માણસો પણ ખતરનાક લાગશે. પરંતુ જો તમે પ્રકૃતિની સાથે છો, તેને પ્રેમ કરો છો તો અને તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો જંગલી જાનવર પર સાથ આપશે.
ADVERTISEMENT
પીએમ મોદી ભલે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા હોવા છતાં અહીં જંગલનું રાજ ચાલે છે : બેયર ગ્રિલ્સ
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી અને બેયર ગ્રિલ્સ વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. બંને એકબીજાના અનુભવોનું સન્માન કરતા એકબીજાની વાતચીત કાળજીપૂર્વક સાંભળી રહ્યા છે. પ્રોમો વિડિઓમાં બેયર ગ્રિલ્સે જીમ કોર્બેટ વિશે વાત કરી હતી. બેયર જીમ કોર્બેટને વિશ્વના કેટલાક સૌથી સુંદર અને ખતરનાક વન્યપ્રાણી જીવન પણ રહે છે. બેયરે કહ્યું હતું કે પીએમ મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા હોવા છતાં અહીં જંગલનું રાજ ચાલે છે.
8 ભારતીય ભાષાઓ કરાયું પ્રસારણ
આ શો દરમિયાન પીએમ મોદી પર્યાવરણ સુરક્ષા પર પણ વાત કરે છે અને સમજાવે છે કે માનવીઓનું જીવવું કેમ મહત્વનું છે. આ એપિસોડ વિશ્વના ઘણા દેશોમાં બતાવવામાં આવ્યો હતો. તેનું પ્રસારણ 8 ભારતીય ભાષાઓમાં કરવામાં આવેલ. તેમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને મરાઠી જેવી ભાષાઓ શામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.