બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Be ready for thunderstorms for the next 3 days: Maximum temperature in 9 cities of Gujarat will cross 35 degrees, Meteorological Department has made a new forecast.
Vishal Khamar
Last Updated: 06:35 PM, 26 February 2023
ADVERTISEMENT
અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જવા પામી છે. ત્યારે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહિતના શહેરમાં ગરમીનો પારો વધ્યો છે. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ ફરી તાપમાનમાં વધારો થશે. 2 થી 3 ડીગ્રી તાપમાન વધશે. ત્યારે માર્ચ મહિનાના પહેલા સપ્તાહથી ગરમી વધશે. જેમાં 9 શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડીગ્રીને પાર નોંધાયું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલી અને સુરેન્દ્રનગરમાં 37 ડીગ્રી નોંધાયું છે.
ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે ગરમીમાં વધારો થશે
રાજ્યમાં હાલમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આવતીકાલથી ગરમીના પ્રમાણમાં વધારો થશે. હવામાન વિભાગે 24 કલાક બાદ રાજ્યમાં 2થી 4 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે ગરમીમાં વધારો થશે. જોકે, 27 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે ફરી 1થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.
ADVERTISEMENT
તાપમાન 2થી 4 ડિગ્રી વધે તેવી શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ઉંચકાશે. રાજ્યભરમાં સોમવારથી તાપમાન 2થી 4 ડિગ્રી વધે તેવી શક્યતાઓ છે. તો 27 ફેબ્રુઆરીથી 3 દિવસ રાજ્યના અમુક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસ અને ઝાળક પડવાની આગાહી છે. જોકે, બપોર દરમિયાન તો આકરી ગરમીનો જ અહેસાસ થશે.
ગુજરાતમાં વર્તાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
હિમાલયમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં વર્તાશે. ઉત્તરના પવનોને કારણે રાજ્યમાં સવારે ભેજનું પ્રમાણ વધશે. ભેજનું પ્રમાણ વધતા સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર-દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની સાથે ઝાકળવર્ષા થઈ શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
ગરમીના તમામ રેકોર્ડ તૂટશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે ફેબ્રુઆરીમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી શકે છે. ફેબ્રુઆરીના છેલ્લા 3 દિવસ દરમિયાન એટલે કે આજથી 28 ફેબ્રુઆરી દરમિયાન સરેરાશ તાપમાન 31થી 32 ડિગ્રી રહી શકે છે. જો આવું થશે તો આ એક દાયકાનો પ્રથમ એવો ફેબ્રુઆરી મહિનો હશે, જેમાં સાત દિવસ સુધી તાપમાન 30 ડિગ્રીથી વધુ નોંધાયું હોય અને આવું થશે તો એક દાયકામાં આ વર્ષોનો ફેબ્રુઆરી મહિનો સૌથી ગરમ બની જશે.
દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં કાળઝાળ ગરમી
મહત્વનું છે કે દેશમાં એક બાજુ કેટલાંક રાજ્યોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. ખાસ કરીને દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં કાળઝાળ ગરમીનો કહેર વધી રહ્યો છે, દિલ્હી અને યુપી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યોમાં અલ નીનોના પ્રભાવથી કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં ગઈકાલે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.