બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કાર હોય કે બાઇક, ટાયર ફાટે એ પહેલાં જ તમને એલર્ટ આપી દેશે આ ડિવાઇસ

ઓટો ટિપ્સ / કાર હોય કે બાઇક, ટાયર ફાટે એ પહેલાં જ તમને એલર્ટ આપી દેશે આ ડિવાઇસ

Last Updated: 02:48 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે સુરક્ષાને લઇ વાહનમાં નવા નવા ફીચર એડ થઈ રહ્યા છે.આવું જ એક ફીચર છે ટાયર પ્રેશર મોનીટરિંગ સિસ્ટમ. તે ટાયર ફાટવાની ઘટનાઓને રોકવામાં મદદ કરે છે.

TPMS એટલે કે ટાયર પ્રેશર મોનીટરિંગ સિસ્ટમ વાહનમાં આવતું જોરદાર ફીચર છે. અત્યારના વાહનમાં આ ફીચર કંપનીમાંથી જ ઇન્સ્ટોલ થઇને આવે છે. જો તમારા બાઇક કે કારમાં આ સિસ્ટમ ના હોય તો તમે બાદમાં પણ માર્કેટમાંથી નખાવી શકો છો. આજે આ સિસ્ટમના ફાયદા વિશે જાણીશું.

વાહનમાં TPMS એક એવી સિસ્ટમ છે જે તમારા વાહનના ટાયરના એર પ્રેશરની દેખરેખ રાખે છે. જે સેન્સરનો ઉપયોગ કરીને ટાયરના એર પ્રેશરને માપે છે. ભારતમાં 1 જૂન 2022થી વેચાણ થતી દરેક કારમાં TPMS ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જેથી રોડ અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકવામાં મદદ થઈ શકે છે.

વધુ વાંચો : ભારતના આ રાજ્યમાં થાય છે દારૂની હોમ ડિલિવરી, આ રહી મંગાવાની પ્રોસેસ

  • કેવી રીતે કરે છે કામ?
    TPMSના મુખ્ય બે પ્રકાર હોય છે. જેમાં ડાયરેક્ટ TPMS પ્રણાલીમાં દરેક ટાયરના વાલ્વ સ્ટેમમાં એક સેન્સર હોય છે. જે એર પ્રેશરને માપે છે અને ડેટાને વાયરલેસ મારફતે ડ્રાઈવર સુધી પહોંચાડે છે. બીજી ઇનડાયરેક્ટ TPMS પ્રણાલી હોય છે. જે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ(ABS) સેન્સરનો ઉપયોગ કરે છે. જ્યારે એર પ્રેશર ઓછું હોય છે ત્યારે ટાયરનુ ઘુમાવ બદલાઈ જાય છે. તેનાથી ABS સેન્સર મારફતે જાણકારી મળે છે અને ડ્રાઈવરને માહિતી પહોંચે છે.
  • TPMSથી થતા લાભ
    ઓછા દબાણને કારણે ટાયર ફાટવાનો ખતરો રહે છે. તેના કારણે દુર્ઘટના પણ થઈ શકે છે. TPMSથી ડ્રાયવરને ઓછા દબાણની માહિતી પહોંચે છે જેથી તે પ્રેશર યોગ્ય કરી દુર્ઘટનાને ટાળી શકે છે.

ફ્યૂઅલ એફીશિએન્સી : ટાયરમાં યોગ્ય હવા ભરવાને કારણે ફ્યૂઅલ એફીશિએન્સીમાં સુધાર આવે છે.
તેનાથી ફ્યૂઅલનો બચાવ પણ થાય છે.  આ સિવાય ટાયરમાં ઓછું પ્રેશર હોય તો ટાયર ફૂટવાની સંભાવના
વધી જાય છે. TPMS કારણે ટાયરનું આયુષ્ય વધે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Auto Tips Tyre pressure Monitoring System Automobile
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ