બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / Be careful.. Youth dies while taking selfie in Vadodara, two children drown while playing in Sanand
Vishal Khamar
Last Updated: 06:53 PM, 21 February 2023
ADVERTISEMENT
સાણંદ ખાતે આવેલ એક તળાવ પાસે આજે બપોરના સુમારે બે બાળકો રમતા હતા. તે દરમ્યાન અચાનક એક બાળક રમતા રમતા તળાવમાં પડી ગયો હતો. જે બાબતે ગ્રામજનોને જાણ થતા બાળકની શોધખોળ હાથ ધરી હતી. બાળક ડૂબ્યા અંગેની જાણ ગ્રામજનોને થતા તળાવનાં કિનારે ગ્રામજનોનાં ટોળા ઉપમટ્યા હતા.
ADVERTISEMENT
એક બાળકની લાશ મળી આવી, બીજાની શોધખોળ ચાલુ
સાણંદ ખાતે આંબા તળાવ પાસે બે બાળકો રમી રહ્યા હતા. ત્યારે અચાનક રમતા રમતા એક બાળક તળામવમાં પડી ગયો હતો. જેની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોએ ઘટના સ્થળે પહોંચી બાળકની શોધખોળ હાથ ધરી હતી. ત્યાર બાદ પણ બાળક ન મળી આવતા ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટરના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી બાળકને શોધવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે તળાવમાંથી એક બાળકની લાશ મળી આવી હતી. જ્યારે બીજા બાળકની શોધખોળ ચાલુ છે.
સેલ્ફી લેતા કેનાલમાં પડેલ યુવકનો મૃતદેહ બે દિવસ બાદ મળ્યો
વડોદરામાં સેલ્ફીના ચક્કરમાં છાણી કેનાલમાં યુવક ખાબકવાનો બનાવ બન્યો છે. સેલ્ફી લેતા લેતા અચાનક દેર મોરે કેનાલમાં પડતા લાપતા થયો હતો. ત્યારે બે દિવસ અગાઉ યુવાન કેનાલમાં ખાબક્યો હતો. ત્યારે બે દિવસ બાદ પંચવટી કેનાલ પાસેથી યુવક દેવ મોરેનો મૃતદેહ મળ્યો હતો. કેનાલમાં સેલ્ફી લેતા સમય ઘટના બની હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.