બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પાસપોર્ટ બનાવનારા સાવધાન! વિદેશ મંત્રાલયે આપી વોર્નિંગ, એપ્લાય કરતા પહેલા આ ચેક કરી લેજો
Last Updated: 11:06 PM, 9 September 2024
જો તમારી પાસે પાસપોર્ટ ન હોય અને તમે પાસપોર્ટ કઢાવવાનું વિચારી રહ્યા હોવ તો તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે. આજે અમે તમને આ વિશે માહિતી આપવાના છીએ. હકીકતમાં, ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં પાસપોર્ટ બનાવવા જતા યુઝર્સને નુકસાન થયું હોય. થોડા સમય પહેલા ભારતમાં મેન્ટેનન્સને કારણે પાસપોર્ટ સેવા પોર્ટલ બંધ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણી ફેક સાઇટ્સ હતી જે ટ્રેન્ડ થઈ હતી.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે ચેતવણી આપી
કેન્દ્રીય વિદેશ મંત્રાલય તરફથી આ વિશે ચેતવણી આપવામાં આવી છે.. તેમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સે ફેક પાસપોર્ટ સાઇટ્સથી સાવધ રહેવું જોઈએ. ઘણી એવી સાઇટ્સ છે, જે યુઝર્સને પાસપોર્ટ બનાવી આપવાનું કહે છે અને બદલામાં ખુબ વધારે પૈસા લે છે. આવી સ્થિતિમાં, અપૉઇન્ટમેન્ટ બુક કરતા પહેલા, પ્રોસેસ માટે તમારે કોઈને પૈસા આપવાની જરૂર નથી. તેમજ, આ દરમિયાન ફેક સાઇટ્સની ઓળખ કરવી પણ જરૂરી છે.
ADVERTISEMENT
શા માટે છે જોખમી?
પ્રશ્ન એ છે કે આ સાઇટ્સ જોખમી કેમ સાબિત થાય છે? તે આ કારણે છે કે આ સાઇટ્સ યુઝર્સ પાસેથી ઘણી વ્યક્તિગત માહિતી મેળવી લે છે, જે ભવિષ્યમાં ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. બીજી તરફ પાસપોર્ટ બનાવવા માટે, યુઝર્સ પાસેથી વધારે પૈસા લેવામાં આવે છે. તેથી, તમારે પાસપોર્ટ બનાવતી વખતે ઘણી બાબતો પર ધ્યાન રાખવું પડે છે.
ઓનલાઇન માહિતી ભરી એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે
પાસપોર્ટ બનાવવા માટે તમારે અપૉઇન્ટમેન્ટ લેવી પડે છે. તમે આ બુકિંગ ઘરે બેસીને કરી શકો છો. પરંતુ તે પહેલા, તમારે ઑનલાઇન જઇને બધું ભરવું પડતું હોય છે, જે ખૂબ જરૂરી છે. એકવાર મંજૂર થયા પછી, પાસપોર્ટ સીધા જ તમારા ઘરે આવે છે.
આ પણ વાંચોઃ ક્રિકેટ જગતમાં હડકંપ! 15 દિવસમાં 6 ખેલાડીએ લીધો સંન્યાસ, 2 ભારતીય પણ સામેલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.