બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તમારા બાળકોને સ્કૂલવાનમાં મોકલતા હોય તો ચેતજો, VTV NEWSના રિયાલિટી ચેકમાં જોખમી ખુલાસા
Last Updated: 05:10 PM, 10 September 2024
વાહનચાલકો વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. બેફામ રીતે સ્કુલવાન આને રીક્ષા ચલાવી રહ્યા છે. VTV દ્વારા મેમનગરની સેંટઝેવિયર્સ સ્કુલે રિયાલિટી ચેક કરવામાં જેમાં વાહનોમાં ફાયર સેફ્ટી અને ટેક્સી પાર્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. તથા કેટલી ગાડીમાં કાળી ફિલ્મ જોવા મળી હતી. ત્યારે RTO નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને કોઈનો ડરના હોય તેવી પરીસ્થિત દેખાઇ રહી છે. RTOમાં કડક આદેશ છતાં વાનમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેઠેલા પણ જોવા મળ્યા હતા. સાથે બેફામ રીતે ડ્રાઇવરો વાહન ચલાવતા જોવા મળ્યા છે. ત્યારે બીજી તરફ વાલીઓ પાસેથી બાહેધરી લેવામાં આવી રહી છે કે શાળાએ જતા કે આવતા સમયે વિદ્યાર્થીને કંઈ પણ થાય તો જવાબદારી વાલીની રહેશે.
ADVERTISEMENT
બાળકોની સલામતી માટે વાહનનું ફિટનેસ, સીએનજી ટેન્કની ફિટનેસની ચકાસણી ઉપરાંત સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ૨૦ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડથી વધુ દોડવી ના જોઇએ, ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન થવું જોઇએ આ બધા નિયમો છે પરંતુ તેમાંથી એક નિયમનું પણ પાલન વાન અને રિક્ષા ચાલકો દ્વારા કરવામાં આવતુ નથી. તેની સામે આરટીઓ અને ટ્રાફિક વિભાગે આકરા પગલા લેવા જોઇએ. પરંતુ હાલ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતું હોવાનું રીયાલીટી ચેકમાં જોવા મળ્યું છે.
ADVERTISEMENT
બેદરકાર ચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ
આરટીઓ અને ટ્રાફિક વિભાગની ચેકિંગ કામગીરી ચાલતી હોવા છતાં સ્કૂલવાન અને રિક્ષા ચાલકોની હિમ્મત એટલી હતી કે વાન અને રિક્ષામાં ક્ષમતા કરતા વધુ બાળકોને ભરી જઇ રહ્યા હતા. કાયદો તોડીને બાળકોનો જીવ જોખમમાં મુકતા વાન અને રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ ઉઠી છે.
આ પણ વાંચોઃ કોણ છે 'આગ્રા' ફિલ્મમાં બોલ્ડ સીન આપનાર રૂહાની શર્મા, જેને OTT પર મચાવી ધમાલ, Photos જોઇ ફીદા થઇ જશો
સ્કૂલ વર્ધી વાહનના નિયમો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.