બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીવાનો ચસ્કો હોય તો સાવધાન, શરીરને થશે ભારે નુકસાન, રિસર્ચ રિપોર્ટમાં દાવો
Last Updated: 05:00 PM, 28 May 2024
Side Effects of Cold Drinks: ઉનાળામાં આકરો તાપ વરસી રહ્યો છે. આકાશમાંથી અગનગોળા પડતા હોય તેને લઇને જોરદાર ગરમી પડી રહી છે. ત્યારે લોકોને રહેવું પણ મુશ્કેલ બન્યુ છે. આ કાળઝાળ ગરમીમાં કોલ્ડ ડ્રિંક્સ પીવાથી અમુક સમય માટે ચોક્કસ રાહત મળે છે, પરંતુ તેમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. વધુ પડતા કોલ્ડ ડ્રિંક્સનું સેવન તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે.
ADVERTISEMENT
ઉનાળાની ઋતુમાં દરેક ઉંમરના લોકો ઠંડા પીણાની મજા લેતા જોઈ શકાય છે. આ ડ્રિંક્સ પીધા પછી શરીરને ઠંડી લાગે છે, પરંતુ કોલ્ડ ડ્રિંક્સનો જેટલો સ્વાદ સારો હોય છે તેટલો તે વધુ નુકસાનકારક પણ હોઈ શકે છે. દરરોજ અને વારંવાર ઠંડા પીણા પીવાનું ટાળવું જોઈએ. વધુ પડતા કોલ્ડ ડ્રિંક્સ તમને ઘણી બીમારીઓના દર્દી બનાવી શકે છે.
ADVERTISEMENT
લીવરમાં ચરબી જમા થવા લાગે છે
કેટલાક અભ્યાસોમાં ઠંડા પીણાને લીવર માટે હાનિકારક ગણવામાં આવ્યા છે. સંશોધકોના મતે ઠંડા પીણાના વધુ પડતા સેવનથી નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝનું જોખમ વધી શકે છે. તેની પાછળ એક નક્કર કારણ પણ આપવામાં આવ્યું છે. ખરેખર, જ્યારે કોલ્ડ ડ્રિંક્સ લીવરમાં મોટી માત્રામાં પહોંચે છે, ત્યારે લીવર ઓવરલોડ થઈ જાય છે અને ફ્રક્ટોઝને ચરબીમાં ફેરવે છે. જેના કારણે લીવરમાં ચરબી જમા થવા લાગે છે. વધુ પડતા ઠંડા પીણા પીવાથી શરીરમાં ઇન્સ્યુલિન પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે, જેનાથી બ્લડ શુગર વધે છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ઠંડા પીણા ન પીવું જોઈએ.
હેલ્થલાઈનના રિપોર્ટ મુજબ ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ કારણ કે તેમાં પોષક તત્વોની માત્રા ઘણી ઓછી હોય છે, જ્યારે શરીરને નુકશાન કરતા શુંગર અને કેલરી વધુ પડતી હોય છે. આ કારણે વધુ પડતા કોલ્ડ ડ્રિંક્સ પીવાથી તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. વધારાની કેલરીના કારણે ઠંડા પીણાને મેદસ્વીતાનું મુખ્ય કારણ ગણી શકાય. વધુ પડતા ખાંડયુક્ત પીણાં પીવાથી પણ ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. આ હૃદયના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. લોકોએ દરેક ઋતુમાં ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ.
વધુ વાંચોઃ VIDEO: ઉનાળામાં આ નંબર પર સેટ કરો રેફ્રિજરેટરને, બિલ આવશે ઓછું!
લીંબુ પાણી સૌથી ફાયદાકારક
હવે સવાલ એ થાય છે કે ઉનાળામાં ઠંડા પીણાને બદલે કયા પીણાંનું સેવન કરવું ફાયદાકારક છે? તેના પર આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ઉનાળામાં લીંબુ પાણી સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. શિકંજી બનાવીને પીવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ બેલેન્સ પણ જળવાઈ રહે છે અને સ્વાસ્થ્ય સુધરે છે. લીંબુ પાણી સિવાય છાશ, લસ્સી, સરબત, અને તાજા શાકભાજીનો રસ પીવાથી વધુ ફાયદો થાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો મીઠો રસ પીતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઇએ જેથી કરીને કોઇ આડઅસરથી બચી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.