આજે વિશ્વ બ્લુ જીન્સ દિવસ છે. ડાઈ જીન્સ પહેરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તમને તેનાથી એલર્જી પણ થઈ શકે છે.
આજે છે વિશ્વ બ્લુ જીન્સ દિવસ
જાણો જીન્સ વિશે મહત્વની બાબતો
કેવા જીન્સ સ્વાસ્થ્ય માટે છે હાનિકારક?
ફેશન એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિ ફોલો કરવા માંગે છે. પછી તે કપડાંની ફેશન હોય કે મેકઅપની, હેર સ્ટાઈલની હોય કે બીજી કોઈ વસ્તુની. આપણે ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓને જોયા પછી તેમને કોપી કરીએ છીએ.
આજકાલ આપણને બજારોમાં વધુ સ્ટાઇલિશ જીન્સ જોવા મળી રહ્યા છે. તે રિપ્ડ જીન્સ હોય કે સ્કિની ફિટ, સ્લિમ ફિટ. આજે વર્લ્ડ બ્લુ જીન્સ ડે નિમિત્તે આપણે જાણીએ કે રંગીન જીન્સ પહેરવાના નુકસાન શું છે.
રંગીન જીન્સ પહેરવાના ગેરફાયદા
જીન્સને રંગવા માટે ઘણા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણને કેમિકલની સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. જીન્સને રંગ આપવા માટે કૃત્રિમ રંગોનો ઉપયોગ ઘણીવાર થાય છે.
આ કારણથી કપડાંમાં વપરાતો રંગ ત્વચા માટે પણ હાનિકારક હોઈ શકે છે. ઉપરાંત, તમને તેનાથી એલર્જી થઈ શકે છે. જીન્સના જાડા ફેબ્રિકને કારણે આપણને સૂર્યપ્રકાશ અને હવા યોગ્ય રીતે મળતી નથી, જેના કારણે આપણને સ્કિન ઈન્ફેક્શનનો પણ ડર રહે છે.
ફિટ જીન્સ પહેરવાના આ છે ગેરફાયદા
બ્લડ સર્કુલેશન
ટાઈટ જીન્સ આપણને ખૂબ જ ગમે છે કારણ કે આપણે તેમાં જાડા દેખાતા નથી. પરંતુ ફીટેડ જીન્સ પહેરવું એ આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે. જેના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. જેના કારણે આપણને શરીરમાં સોજો, દુખાવો જેવી સમસ્યાઓ થવા લાગે છે.
ફર્ટિલિટી
વધુ ફીટ જીન્સ પહેરવાથી પેશાબની નળીમાં સોજો આવી શકે છે. જેના કારણે પુરૂષોના શુક્રાણુઓની માત્રા ઘટવા લાગે છે અને ફંગલ ઇન્ફેક્શનનો પણ ભય રહે છે.
સ્કીન પ્રોબ્લેમ
વધારે ટાઈટ જીન્સ પહેરવાથી સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે. આ રક્ત પરિભ્રમણ અને નર્વસ સિસ્ટમને પણ અસર કરી શકે છે.
કેન્સરનો ડર
ફીટેડ જીન્સ પહેરવાથી ત્વચાનું કેન્સર પણ થઈ શકે છે. કારણ કે ટાઈટ જીન્સ પહેરવાથી પગની નસોમાં લોહીનું પરિભ્રમણ થતું નથી.