બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / એક જ પાણીની બોટલમાંથી વારંવાર પાણી પીતા હોય તો ધ્યાન રાખજો, ફૂડ પોઈઝનિંગ થવાનો ખતરો

આરોગ્ય / એક જ પાણીની બોટલમાંથી વારંવાર પાણી પીતા હોય તો ધ્યાન રાખજો, ફૂડ પોઈઝનિંગ થવાનો ખતરો

Last Updated: 12:53 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે આપણે જે બોટલમાં પાણી ભરીએ છે તેને જો સાફ ન કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાવ લાગે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

સ્વસ્થ રહેવા માટે પાણી પીવું સૌથી જરૂરી છે. પરંતુ જો તમે યોગ્ય જગ્યાએ પાણીનો સંગ્રહ નથી કરતા તો તેનાથી નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન ત્યારે થાય છે જ્યારે તમે એક જ પ્રકારની પાણીની બોટલનો વારંવાર ઉપયોગ કરો છો. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે તમારી બોટલમાંથી પાણી પીવું શ્રેષ્ઠ છે. પરંતુ શું એક જ બોટલમાંથી પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે?

bottle_1

પાણીની બોટલમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાવ લાગે છે

હવે આપણે જે બોટલમાં પાણી ભરીએ છે તેને જો સાફ ન કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાવ લાગે છે. જેના કારણે ઘણીવાર બોટલમાંથી અજીબ સ્મેલ પણ આવે છે. જો પાણીની બોટલને સાફ ન કરવામાં આવે તો આ બેક્ટેરિયા પેટમાં જાય છે અને તેના કારણે બીમારીઓનો ખતરો પણ વધી શકે છે. આ સાથે જ ગમે તેની બોટલમાં મોં લગાવીને પાણી પીવું નહી, તેનાથી તેની બોટલના બેક્ટેરિયા પણ તમારા પેટમાં જઈ શકે છે. બોટલને હમેશાં સાફ અને ચોખ્ખી રાખવી જોઈએ.

શું તમારી પાણીની બોટલ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે?

તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે હંમેશા પાણીની બોટલ સાથે રાખો. તમારી જાતને હાઇડ્રેટ કરવાની આ એક સરસ રીત છે. પરંતુ જો તમે સમય સમય પર તેને યોગ્ય રીતે સાફ ન કરો તો તેમાં બેક્ટેરિયા અને ફૂગ વધી શકે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

kids-1

તમારી બોટલ ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે

જો તમે ઘણી વખત પાણીની બોટલનો ઉપયોગ કરો છો, તો તેમાં જીવાણુઓ વધી શકે છે. ઘણીવાર લોકો તે પાણીની બોટલોની અંદર જીવાણુઓને ઉગતા જોઈ શકતા નથી. આવી સ્થિતિમાં, વ્યક્તિને ફૂડ પોઈઝનિંગ જેવા લક્ષણોનો અનુભવ થઈ શકે છે.

વધુ વાંચો: અસ્થમાના દર્દીઓ માટે રામબાણ ઇલાજથી કમ નથી આ નુસખો, અપનાવો આ ઉપાય, મળશે રાહત

આ બોટલોથી પોતાને કેવી રીતે બચાવશો

આ બોટલોથી થતા રોગોથી બચવા માટે પાણીની બોટલોને દર વખતે સાબુ અને પાણીથી સાફ કરો. આ સિવાય પાણીની બોટલના ખૂણાઓને બરાબર સાફ કરો. પાણીની બોટલો સ્ટેનલેસ સ્ટીલની હોય, કાચની હોય કે પ્લાસ્ટિકની હોય, બેક્ટેરિયાથી બચવા માટે તેને નિયમિતપણે ધોઈ લો.

સંકળાયેલા મુદ્દાઓ

Water Bottle Side Effects Health Tips In Gujarati Health Tips Water Bottle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ