બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / be careful if the dog starts barking when you Leave home for auspicious work

સાવધાન / શુભ કામ માટે ઘરેથી નિકળો અને ભસવા લાગે કૂતરૂ તો થઈ જજો સાવધાન, હોઈ શકે છે અશુભ સંકેતો

Arohi

Last Updated: 06:27 PM, 28 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ શુભ કામ કરવા જતા હોઈએ અને રસ્તામાં કૂતરાના ભસવાનો અવાજ સાંભળીએ. તમને જણાવી દઈએ કે કૂતરામાં પૂર્વાભાસની અદભૂત શક્તિ હોય છે. તેનું ભસવું ભવિષ્યમાં આવનાર સંકટનો સંકેત હોઈ શકે છે.

  • કૂતરામાં પૂર્વાભાસની હોય છે અદભૂત શક્તિ 
  • ઘરેથી નીકળતા કૂતરૂ ભસે તો થઈ જજો સાવધાન 
  • હોઈ શકે છે આવનાર સંકટનો સંકેત 

કૂતરાઓમાં પૂર્વાભાસની અદભૂત ક્ષમતા હોય છે. તેઓ અગાઉથી જાણે છે કે શું થવાનું છે. શકુન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કૂતરાઓની ક્રિયાઓ પરથી અનુમાન લગાવી શકાય છે કે તે શુભ સંકેત છે કે અશુભ.

કૂતરૂ આપે છે શુભ અશુભના સંકેત 
શુભ કાર્ય માટે જઈ રહ્યા છો અને જો પાળતુ અથતા બહારનો કૂતરો વારંવાર ભસવા લાગે અથવા કાન ફફડાવતા હોય તો તે તમારા કામમાં વિઘ્ન આવવાના સંકેત છે અને પ્રવાસ દરમિયાન પણ તમારે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

પૈસા આવવાનો સંકેત
અન્નના ગોડાઉનની જમીન પર કૂતરાની જમીન ખોદવી એ શુભ માનવામાં આવે છે. આ ધન લાભ સુચવે છે. બીજી તરફ જ્યારે કોઈ કૂતરો રસ્તામાં માથું ઘસતુ જોવા મળે છે. તો તેને ક્યાંકથી અચાનક પૈસા આવવાનો સંકેત માનવામાં આવે છે.

મોટા વિવાદનો સંકેત
જ્યારે બિનજરૂરી રીતે ઘણા કૂતરા એકઠા થાય છે અને અવાજ કરવા લાગે છે, જોરથી ભસવાનું શરૂ કરે છે, ત્યારે તે ત્યાં રહેતા લોકોમાં મોટા વિવાદની નિશાની માનવામાં આવે છે.

કૂતરાનું રડવું નથી શુભ 
શાસ્ત્રોમાં કુતરાનું રડવું ક્યારેય શુભ માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે ઘરની નજીક કૂતરો રડવો એ મુશ્કેલી આવવાની નિશાની છે. તે સ્વાસ્થ્યને અસર કરી શકે છે. બીજી તરફ જો એકસાથે ઘણા કૂતરાઓના રડવાનો અવાજ સંભળાય તો તે વ્યક્તિના મૃત્યુ અથવા સામૂહિક આફતની જાણ કરે છે.

યાત્રા અને કાર્ય સફળ થવાનો સંકેત 
યાત્રા પર જતી વખતે જો કૂતરો તમારી તરફ જુએ અથવા તો ગરદન ઉંચી કરે તો સમજી લેવું કે તમારી યાત્રા સફળ થશે અને તમારું કાર્ય પણ સફળ થશે.

આ રીતે કૂતરાઓ જોવા મળે તો ન કરો શુભ કાર્યો 
જો કોઈ કૂતરા સવારના સમયે ઘરની બહાર કે રસ્તામાં મૈથુન કરતો જોવા મળે તો તેને સારું માનવામાં આવતું નથી. તે દિવસે નવું કામ શરૂ કરવાનું ટાળો. ઉપરાંત બધા મહત્વપૂર્ણ કામ બીજા દિવસે ટાળી દો તો યોગ્ય રહેશે.

જમીન-સંપત્તિનો સોદો સાબિત થશે લાભકારી 
શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ કૂતરો ફળ કે શાકભાજીનો ટુકડો મોંમાં દબાવતો જોવા મળે તો સમજી લેવું કે તે દિવસે જમીન-સંપત્તિનો સોદો ફાયદાકારક સાબિત થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Auspicious work Home barking dog કૂતરો dog barking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ