બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Be careful if the color of the nails changes, it may be a sign of these dangerous diseases

હેલ્થ ટિપ્સ / નખનો રંગ બદલાય તો ચેતી જજો, હોય શકે છે આ ખતરનાક બીમારીઓનો સંકેત

Megha

Last Updated: 04:32 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા નખનો રંગ પણ બદલાતો હોય કે તેના પર ડોટ્સ દેખાતા હોય તો તેને નજરઅંદાજ ન કરશો. લોકો ઘણીવાર તેને કેલ્શિયમ કે મિનરલ્સની કમી સમજીને ઇગ્નોર કરે છે.

  • તમારા નખનો રંગ બદલાય તો ચેતી જજો
  • આ બીમારીનો સંકેત હોઇ શકે છે
  • નખ પર ડોટ્સ દેખાતા હોય તો તેને નજરઅંદાજ ન કરશો

આપણા નખ માત્ર હાથ-પગની સુંદરતા વધારતા નથી, પરંતુ આરોગ્ય સાથે જોડાયેલાં કેટલાંક રહસ્યો પણ ખોલે છે. આવા સંજોગોમાં જો તમારા નખનો રંગ પણ બદલાતો હોય કે તેના પર ડોટ્સ દેખાતા હોય તો તેને નજરઅંદાજ ન કરશો. લોકો ઘણીવાર તેને કેલ્શિયમ કે મિનરલ્સની કમી સમજીને ઇગ્નોર કરે છે. નખનો બદલાતો કલર હાર્ટ ડિસીઝ અને ‌સ્કીન કેન્સર જેવી બીમારીઓનો સંકેત હોઇ શકે છે. 

- જો નખનો કલર હળવો બ્રાઉન થઇ જાય કે તેના પર કાળા રંગનાં નિશાન પડી જાય તો તે ‌સ્કીન કેન્સરનાં લક્ષણો હોઇ શકે છે. નખની આસપાસ બ્લીડિંગ થાય કે તે સરળતાથી તૂટી જાય અને નિશાન ઝડપથી વધી જાય તો તેની તપાસ જરૂરી છે. 
- જો તમારા નખ પર સફેદ લાઇન કે ડોટ્સ પડી રહ્યા હોય તો તે ખરાબ સ્વાસ્થ્ય, લિવર રોગ, આંતરડાંમાં ગરબડ, કેલ્શિયમની ઉણપ અને હાર્ટ ડિસીઝનો સંકેત હોઇ શકે છે. 
- જો તમારા નખનો રંગ હળવો પીળો થઇ જાય તો તે એનીમિયા, હૃદયરોગ, કુપોષણ અને લિવર સંબંધિત બીમારીનો સંકેત હોઇ શકે છે. આ ઉપરાંત ઘણી વાર ફંગસ ઇન્ફેક્શનના કારણે પણ નખ પીળા પડી જાય છે. 


- જો નખનો રંગ ઘેરો લાલ થઇ જાય તો તે હાઇ બ્લડ પ્રેશરનો સંકેત આપી જાય છે. 
- નખ અડધા ગુલાબી કે અડધા સફેદ દેખાય તો તે સોરાયસીસનો સંકેત આપે છે
- જો નખનો રંગ લીલો પડી જાય તો ફેફસાંમાં સંક્રમણ, ન્યુમોનિયા અને દિલના રોગો તરફ ઇશારો કરે છે. શરીરમાં ઓક્સિજનનો સંચાર યોગ્ય રીતે ન થાય તો નખનો રંગ નીલો પડવા લાગે છે. 
- જો કોઇ વ્યક્તિના નખ ઉપરની તરફ ઉપસેલા હોય તો ફેફસાં કે આંતરડામાં સોજો હોઇ શકે છે. 
- જે વ્યક્તિના નખ ચમચી આકારમાં ઢળેલા હોય તેનામાં આયર્નની કમી, હૃદયની બીમારી, આંગળીઓમાં લોહી યોગ્ય રીતે ન પહોંચવું કે હાયપર થાઇરોઇડ હોઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

NAILS health tips નખ નખનો રંગ હેલ્થ ટિપ્સ Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ