બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:10 PM, 22 April 2025
રાજયમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન બે ઘટનાઓ સામે આવી છે. પહેલી ઘટના સુરતની છે. અહીં એક બાળક રમતા-રમતા ટાંકણી ગળી ગયો હતો. ટાંકણી ગળ્યા બાદ બાળકને ખાંસી આવવા લાગી હતી. ઇએનટી વિભાગે ચેક કરતા બાળક ટાંકણી ગળી ગયો હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટર્સે ઓપરેશન કરી બાળકના ગળામાં ફસાયેલી ટાંકણી બહાર કાઢી હતી.
ADVERTISEMENT
બાળકનું ઓપરેશન દુરબીનની મદદથી કરવામાં આવ્યું હતું. બાળકનું ઓપરેેશન સફળ રીતે પાર પાડતા તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.. જો કે આ કિસ્સો નાનુ બાળક ધરાવતા તમામ મા-બાપ માટે લાલબત્તી સમાન છે.
આ પણ વાંચોઃ રાજકોટના યુવકે વિશ્વની ફલક પર વગાડ્યો ડંકો, કામ જ એવુ કર્યું કે WHO, NASA ગદગદ થયું
ADVERTISEMENT
મા-બાપ માટે ચેતવણી સમાન આવોજ બીજો એક કિસ્સો જેતપુરમાં સામે આવ્યો. જો કે દુખની વાત એ છે કે આ કિસ્સામાં બાળકનો જીવ બચાવી ન શકાયો..અહીંંના ધોરાજી રોડ પર આવેલી જલારામનગર સોસાયટીમાં એક બાળક ઘરના આંગણામાં રમતા-રમતા પાણીની ટાંકીમાં પડી ગયુ હતું.. બાળકની ખુબ શોધખોળ કર્યા બાદ તેનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.