બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / શેરબજારમાં રોકાણ કરતા પહેલા સાવધાન! હજુ આટલા દિવસ માર્કેટમાં ઘટાડાના સંકેત, આ કારણો જવાબદાર
Last Updated: 08:07 PM, 5 October 2024
પાછલા 5 દિવસોમાં સેન્સેક્સમાં 4100 પોઈન્ટથી વધુનું ગાબડું જોવા મળ્યું છે. નિફ્ટી 1200થી વધુ પોઈન્ટ સુધી નીચે ગયો છે. આ દરમિયાન રોકાણકારોના 16 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધોવાણ થયું છે.. જૂન 2022 પછી શેર બજારમાં આ સૌથી મોટી સાપ્તાહિક ગિરાવટ છે. વાસ્તવમાં, ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ અને ચીન દ્વારા અર્થવ્યવસ્થાને સુધારવા માટેના પગલાંઓને કારણે શેર બજારમાં મોટો ઝટકો જોવા મળ્યો છે, જો કે શેરબજારનું ગાબડુ હજુ અટક્યું નથી. આગામી અઠવાડિયામાં શેર બજારમાં વધુ ગિરાવટ આવી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઇઝરાઇલ-ઇરાન યુદ્ધ, ચીન, વિદેશી રોકાણકારો દ્વારા વેચાવળી ઉપરાંત કેટલાક નવા પરિબળો પણ શેર બજારમાં દબાણ લાવી શકે છે. ચાલો જાણીએ કે આવતાં અઠવાડિયામાં કયા પરિબળો શેર બજારને નુકસાન પહોંચાડી શકે છે..
ADVERTISEMENT
આ કારણોથી શેરબજારમાં જોવા મળી શકે છે મંદીનો માહોલ
ઇરાન-ઇઝરાયેલ તણાવ:
ADVERTISEMENT
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ ઘટવાના કોઇ અણસાર જણાતા નથી. ઇઝરાયેલ અમેરિકા અને નાટો દેશોની મદદથી ઇરાનની ઓઇલ સુવિધાઓને નિશાન બનાવી શકે છે. બીજી તરફ, ઇરાનના રાષ્ટ્રપતિએ દુનિયાના તમામ મુસ્લિમ દેશોને એક થવા આહવાહન કર્યુ છે અને ઇઝરાયેલ પર હુમલો કરવાની વાત કરી છે. જો આવું થાય છે, તો વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જઈ શકે છે, જેના કારણે વિશ્વભરના શેરબજારો પર અસર થશે અને તેની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળશે.
વિદેશી રોકાણકારો ચીનના શેરબજાર તરફ વળ્યા
ચીન: ચીનના શેરબજારોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. ચીનની સરકારે અર્થવ્યવસ્થાને બૂસ્ટ કરવા અને શેરબજારને તેજ બનાવવા માટે ઘણી પ્રોત્સાહક જાહેરાતો કરી છે. જેમાં સરકારે પ્રોપર્ટી માર્કેટને બૂસ્ટ કરવા માટે બેંકોને 140 બિલિયન ડોલરનું પ્રોત્સાહન આપ્યું છે. સાથે જ હોમ લોનની દરમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ કારણે ચીનના શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. નિષ્ણાતોનો અંદાજ છે કે સોમવારે ચીનના શેરબજારમાં તેજી જોવા મળશે. ખાસ વાત એ છે કે CSI 300 ઈન્ડેક્સ 10 દિવસમાં 25% સુધી વધી ગયો છે, જેનું મુખ્ય કારણ વિદેશી રોકાણકારો હવે ચીન તરફ વળ્યા છે તે છે.
વિદેશી રોકાણકારોની ભારતમાં વેચવાલી
બીજી તરફ, વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી વેચવાલી શરૂ કરી છે. ખાસ વાત એ છે કે શુક્રવારે વિદેશી રોકાણકારોએ લગભગ 9900 કરોડ રૂપિયા કાઢી લીધા છે. છેલ્લા એક અઠવાડિયામાં, વિદેશી રોકાણકારો 37,000 કરોડ રૂપિયા કરતાં વધુ કાઢી લીધા છે. આગામી અઠવાડિયામાં પણ વિદેશી રોકાણકારો શેરબજારમાંથી પૈસા કાઢીને ચીન તરફ વળી શકે છે, જેનાથી શેરબજાર પર અસર થઈ શકે છે.
RBI મોનીટરી પોલિસીની બેઠક
સોમવારથી RBI ની મોનીટરી પોલિસી બેઠક શરૂ થવા જઈ રહી છે. 9 ઑક્ટોબરે RBI ની મોનીટરી પોલિસી મિટિંગમાં ફરીથી વ્યાજ દરોને સ્થિર રાખવામાં આવી શકે છે. જો આવું થાય છે, તો આ દસમો વાર હશે જ્યારે RBI દ્વારા મોનીટરી પોલિસીને સ્થિર રાખવામાં આવશે. અનુમાન છે કે હાલના નાણાકીય વર્ષમાં RBI નીતિ દરમાં કોઈ ફેરફાર નહીં કરે.
હરિયાણા ચૂંટણીના પરિણામો
આગામી અઠવાડિયે લોકસભા ચૂંટણી પછી પહેલી વખત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવશે. આ પરિણામો શેરબજારને ઘણો અસરકારક બનાવી શકે છે. ખાસ કરીને જો હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો BJP ના પક્ષમાં નહીં જાય, તો શેરબજારમાં મોટી ગિરાવટ જોવા મળી શકે છે. છેલ્લાં 10 વર્ષથી હરિયાણામાં BJP ની સરકાર છે.
આ પણ વાંચોઃ NPSના રોકાણકારો માટે ગુડ ન્યૂઝ, હવે રોકાણની તારીખથી જ મળશે આ લાભ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
માર્કેટમાં હાહાકાર.. / 6000000000000 રૂપિયાનો ધુમાડો! શેર બજારમાં મહાક્રેશ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.