સાયબર ક્રાઇમ અને ડેટા ચોરીના વધતા બનાવોના પગલે મોબાઇલ યુઝર્સ પણ સિકયુરિટી અંગે જાગૃત થઇ રહ્યા છે. તેમ છતાં થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરતી વખતે અવઢવ સર્જાય છે કે એપ ડાઉનલોડ કરવી કે નઙીં?. ચાલો આપણે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણીએ જે આ મૂંઝવણનનું ઘણાખરી અંશે સમાધાન કરશે. કોઈ પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરતી વખતે, જો કેટલીક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો જોખમોથી બચી શકાય છે.
સાયબર ક્રાઇમ અને ડેટા ચોરીના વધતા બનાવોના પગલે મોબાઇલ યુઝર્સ પણ સિકયુરિટી અંગે જાગૃત થઇ રહ્યા છે
કોઈપણ એપ્લિકેશનને ડાઉનલોડ કરતી વખતે, તેના નામ પર વિશેષ ધ્યાન આપો
જો કેટલીક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો જોખમોથી બચી શકાય છે
કોઈપણ એપ્લિકેશનને ડાઉનલોડ કરતી વખતે, તેના નામ પર વિશેષ ધ્યાન આપો. મોટે ભાગે જોવા મળે છે કે બોગસ એપ્લિકેશનનું નામ કોઈ પોપ્યુલર એપ્લિકેશન જેવા નામથી રાખવામાં આવે છે. તેથી યુઝર તેને જેન્યુઇન સમજી ડાઉનલોડ કરે છે. એપના નામનો સ્પેલિંગ,લોગોનો રંગ અને ડિઝાઇન ધ્યાનથી જુવો. કેટલીકવાર બોગસ અને સાચી એપ્લિકેશનના નામ-ડિઝાઇનમાં નજીવો તફાવત હોય છે.
સરખા જેવા નામની એક કરતા વધુ એપ્લિકેશન ગૂગલ સ્ટોર પર પણ છે. આવી સ્થિતિમાં કઇ એપ ખરેખર સારી છે તે જાણવા એપના ડેવલપર્સ સહિતની વિગતો કાળજીપૂર્વક વાંચો. ઘણા બોગસ એપ્લિકેશનના ડેવલપર્સ ઓરિજનલ એપ્લિકેશનના ડેવલપર્સના નામની પણ નકલ કરે છે. તેથી ચેક કરો કે ડેવલપર્સના નામની આગળ કોઇ સ્પેશિયલ કેરેકટર્સ તો લખેલા નથી ને? પ્લે સ્ટોર પરની તમામ એપ્લિકેશનોમાં તેને ડાઉનલોડ કરનાર યુઝર તેને રેટિંગ આપી શકે છે.તેમજ રિવ્યું પણ લખી શકે છે.
જો રિવ્યુ અને રેટિંગ સારા હોય તો જ એપ્લિકેશનને ડાઉનલોડ કરો
જ્યારે પણ તમે નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માંગતા હો, ત્યારે રેટિંગ જોઇ લો અને થોડા રિવ્યુ પણ વાંચો. જો રિવ્યુ અને રેટિંગ સારા હોય તો જ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. કોઈ પણ બોગસ એપ્લિકેશનથી તમારા ફોનને દૂર રાખવા માટે સારા એન્ટિવાયરસનો ઉપયોગ કરો. આ ઉપરાંત સિસ્ટમ અને સોફટવેર અપડેટ પણ નિયમિત કરો.સૌથી સારો ઉપાય એ છે કે બને ત્યાં સુધી થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાનું ટાળો.તમારી પાસે એન્ડ્રોઇડ મોબાઇલ હોય તો ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો.