બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઈન્કમટેક્સ રિફંડને અંગે આવો વાયરલ મેસેજ આવે તો એલર્ટ, એક ભૂલ અને ખાતું ખાલી, પોલીસે ચેતવ્યા

સાવધાન.. / ઈન્કમટેક્સ રિફંડને અંગે આવો વાયરલ મેસેજ આવે તો એલર્ટ, એક ભૂલ અને ખાતું ખાલી, પોલીસે ચેતવ્યા

Last Updated: 10:31 PM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ITR ફાઇલિંગમાં વ્યસ્ત કરદાતાઓ ટેક્સ રિફંડની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા કરદાતાઓને ઈન્કમ ટેક્સ રિફંડ ડ્યૂ હોવાનો મેસેજ મળ્યો છે. આ મેસેજમાં કરદાતાને કોઈ નંબરનો સંપર્ક કરવા અથવા કોઈ લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. જો તમને પણ આ મેસેજ મળે છે તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે આવા મેસેજ દ્વારા છેતરપિંડી થઈ શકે છે.

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પુરી થઈ ગઈ છે. હવે કરદાતાઓ ટેક્સ રિફંડની રાહ જોઈ રહ્યા છે. ઘણા કરદાતાઓને ટેક્સ રિફંડ સંબંધિત 'ઇન્કમ ટેક્સ રિફંડ ડ્યૂ' ના મેસેજ મળી રહ્યા છે. સાયબર સેલ પોલીસ પણ આ મેસેજને લઈને લોકોને ચેતવણી આપી રહી છે. આ એક છેતરપિંડીનો નવો રસ્તો છે. જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો સાવધાન રહેજો અને કોઈ લિંક પર ક્લિક ન કરતા. આવા કોઈપણ મેસેજ આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવી રહ્યા નથી.

froud.jpg

કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં

નોઈડાની સાઈબર સેલ પોલીસે લોકોને ચેતવણી આપી છે કે તેઓ આવા મેસેજ પર બિલકુલ ભરોસો ન કરે. જો આ મેસેજ પર તમને કોઈ નંબર પર કૉલ કરવાનું કહેવામાં આવે તો તે સ્પામ નંબર છે. જો તમે આ નંબર પર કોલ કરશો તો તમારી ઘણી બધી વિગતો છેતરપિંડી કરનારને પહોચી જશે અને તમે છેતરપિંડીનો શિકાર પણ બની શકો છો. ત્યારે હવે આવી છેતરપિંડીથી બચવા માટે આવા મેસેજ આવે તો કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.

income-tax_18 (1).jpg

ઈન્કમ ટેક્સ રિફંડ ડ્યૂના નામે છેતરપિંડી

થોડા દિવસોથી એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં સાયબર ક્રિમિનલ ઈન્કમ ટેક્સ રિફંડ ડ્યૂના નામે એક નંબર આપે છે જેના પર તેને સંપર્ક કરવા કહેવામાં આવે છે. ઘણી વખત મેસેજમાં એક લિંક પણ આપવામાં આવે છે જેને ક્લિક કરવાની સલાહ આપવામાં આવે છે. લોકો આ નંબર પર સંપર્ક કરીને અથવા લિંક પર ક્લિક કરીને છેતરપિંડીનો ભોગ બને છે.

વધુ વાંચો : મા કમાતી હોય તો પણ પિતાએ બાળકના ભરણપોષણ માટે પૈસા આપવા પડશે- HC

ફરિયાદ કરો

જો તમારી સાથે કોઈ સાયબર છેતરપિંડી થાય છે તો તમારે તરત જ બેંકમાં ફરિયાદ કરવી જોઈએ જેથી કરીને એકાઉન્ટ ફ્રીઝ કરી શકાય. આ ઉપરાંત સાયબર સેલમાં પણ ફરિયાદ નોંધાવવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

IncomeTax Income Tax Refund Due IncomeTaxRefund
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ