બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પેશાબમાં લોહી આવતું હોય તો થઈ જજો એલર્ટ! હોઈ શકે પ્રોસ્ટેટ કેન્સરના સંકેત
Last Updated: 09:35 PM, 21 January 2025
જો પેશાબમાં લોહી આવે તો તેને બિલકુલ અવોઈડ ન કરો. આ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. પેશાબમાં લોહી આવવાને તબીબી ભાષામાં હેમટ્યૂરિયા કહેવામાં આવે છે. આ સ્થિતિમાં લોકો ડરીને ડૉક્ટર પાસે જતા નથી. અમુક લોકો એવું માને છે કે પેશાબમાં લોહી આવવાનો અર્થ કેન્સરની બીમારી હોય છે, પરંતુ તે માન્યતા એકદમ સાચી નથી. તેના ઘણા કારણો હોઈ શકે છે. ચાલો જાણીએ કે પેશાબમાં લોહી આવવાના કારણો કયા કયા હોઈ શકે છે.
ADVERTISEMENT
યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI) પુરુષો અને સ્ત્રીઓમાં થતી એક સામાન્ય સમસ્યા છે. આ સ્થિતિ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. UTIના કારણે પેશાબ કરતી વખતે બળતરા અને દુખાવો પેદા થાય છે. અમુક કિસ્સાઓમાં પેશાબમાં લોહી પણ આવી શકે છે.
ADVERTISEMENT
કિડનીમાં પથરી એક ગંભીર સમસ્યા છે. તેના કારણે કમર અને પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે. કિડનીમાં પથરી થવાથી પેશાબ કરતી વખતે દુખાવો અને તાણ પણ આવી શકે છે. આ સ્થિતિમાં પેશાબમાં લોહી પણ આવી શકે છે. જો તમને આવું થઈ રહ્યું હોય તો ડૉક્ટરની સલાહ લેવી.
પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષોમાં હોય છે. જ્યારે તેની સાઈઝ વધે છે ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી પુરુષોના પેશાબમાં પણ લોહી આવી શકે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થવાથી પેશાબમાં બ્લિડિંગ થઈ શકે છે.
કિડનીના રોગો જેમ કે કિડનીનું કેન્સર, પથરી અથવા કોઈપણ પ્રકારની ઈજાને કારણે પણ પેશાબમાં લોહી આવી શકે છે. જો તમને કિડની સંબંધિત કોઈ રોગ હોય તો પેશાબ સાથે લોહી પણ આવી શકે છે. અમુક કિસ્સામાં તે કિડનીના કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.
પેશાબમાં બળતરા, લોહી આવવું, રાત્રે વારંવાર પેશાબ થવો એ પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો હોઈ શકે છે. આ સ્થિતિને અવોઈડ ન કરવી જોઈએ. તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ અને તમારી સમસ્યાનો ઉપચાર કરાવવો જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.