બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI's big decision, Rahul Dravid will not be the coach of Team India! A major change was made before the ODI series

ક્રિકેટ / BCCIનો મોટો નિર્ણય, રાહુલ દ્રવિડ નહીં રહે ટીમ ઈન્ડિયાના કોચ! ODI સિરીઝ પહેલા કરવામાં આવ્યો મોટા ફેરફાર

Megha

Last Updated: 08:46 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ODI સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાના કોચને લઈને મોટું અપડેટ સામે આવ્યું, રાહુલ દ્રવિડ આ સીરિઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ તરીકે હાજર નહીં રહે

  • સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું 
  • આ ODI સીરિઝ માટે કોચિંગ સ્ટાફમાં ફેરબદલ કરવામાં આવ્યો 
  • રાહુલ દ્રવિડ આ સીરિઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ તરીકે હાજર નહીં રહે 

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સમાં રમાશે. આ સીરીઝ માટે કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી છે. આ સાથે જ રાહુલની કપ્તાનીમાં ઘણા યુવા ખેલાડીઓને વનડે ટીમમાં તક આપવામાં આવી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને લઈને ODI સિરીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

રાહુલ દ્રવિડ સંપૂર્ણ રીતે ટેસ્ટ સિરઝ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, તેથી તેને IND vs SA ODI સિરઝથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈએ પણ દ્રવિડની વિનંતી સ્વીકારી લીધી છે. જોકે, દર વખતની જેમ આ વખતે પણ દ્રવિડની ગેરહાજરીમાં વીવીએસ લક્ષ્મણ મુખ્ય કોચની જવાબદારી સંભાળશે નહીં.

આ ODI સીરિઝ માટે કોચિંગ સ્ટાફમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડ ODI સીરિઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ તરીકે હાજર રહેશે નહીં. સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ દિગ્ગજ સિતાંશુ કોટક અને NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)ના કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો દ્રવિડ અને તેના માણસોની ગેરહાજરીમાં ODI ટીમની જવાબદારીઓ સંભાળતા જોવા મળશે. અહેવાલ મુજબ, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર અજય રાત્રા ફિલ્ડિંગ કોચ તરીકે જ્યારે રાજીબ દત્તા બોલિંગ કોચનું પદ સંભાળશે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ આ સીરીઝ દરમિયાન એક એવી ટીમની કેપ્ટનશીપ કરશે જ્યાં ઘણા ખેલાડીઓ યુવા હશે, જ્યારે કેટલાક એવા ખેલાડીઓ પણ હશે જેઓ લાંબા સમય પછી વનડેમાં વાપસી કરશે. લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ, વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન, મિડલ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદાર જેવા ખેલાડીઓ ટીમમાં પોતાનું સ્થાન મળી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coach rahul dravid IND vs SA IND vs SA ODI Series Indian Head Coach Rahul Dravid ODI સિરીઝ કોચ રાહુલ દ્રવિડ રાહુલ દ્રવિડ IND vs SA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ