બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 10:38 PM, 29 November 2022
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ બોર્ડે એથિક્સ ઓફિસર વિનીત સરને બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્નીને હિતોના ટકરાવની નોટિસ મોકલી છે. પીટીઆઈએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે. પીટીઆઈને જાણકારી મળી છે કે વિનીત સરને રોજર બિન્નીને પોતાની વિરુદ્ધ હિતોના ટકરાવના આરોપો પર 20 ડિસેમ્બર સુધી લેખિત જવાબ દાખલ કરવા માટે કહ્યું છે.
પુત્રવધૂ મયંતી લેંગર સ્ટાર સ્પોર્ટ્સ માટે કામ કરે છે
ફરિયાદી સંજીવ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે રોજર બિન્નીને હિતનો ટકરાવ છે કારણ કે તેની પુત્રવધૂ અને સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેંગર બિન્ની સ્ટાર સ્પોર્ટ્સ માટે કામ કરે છે. સ્ટાર સ્પોર્ટ્સને ભારતીય ક્રિકેટની ડોમેસ્ટિક સિઝનના મીડિયા રાઈટ્સ મળે છે.
ADVERTISEMENT
બિન્નીની નોટીસમાં આવું કહેવાયું
વિનીત સરને 21 નવેમ્બરે જારી કરેલી નોટિસમાં કહ્યું કે, તમને અહીંથી જાણ કરવામાં આવે છે કે બીસીસીઆઈના એથિક્સ ઓફિસરને તમારા હિતોના ટકરાવ સાથે સંબંધિત બીસીસીઆઈના નિયમ 38 (1) (1) અને નિયમ 38 (2) ના ઉલ્લંઘન અંગે ફરિયાદ મળી છે. તમને 20 ડિસેમ્બર, 2022 ના રોજ અથવા તે પહેલાં ફરિયાદ પર તમારો લેખિત જવાબ આપવાનો નિર્દેશ આપવામાં આવે છે. આ જવાબના સમર્થનમાં સોગંદનામું પણ દાખલ કરવું જોઈએ.
ઓક્ટોબરમાં બીસીસીઆઈ પ્રમુખનો હોદ્દો સંભળાવ્યો
વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના સભ્ય રહેલા રોજર બિન્ની ઓક્ટોબરમાં બીસીસીઆઈના 36માં પ્રમુખ બન્યા હતા. તેમણે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની જગ્યા લીધી હતી. રોજર બિન્નીએ ભારત માટે 27 ટેસ્ટ અને 72 વન ડે રમી છે.
મયંતી અને સ્ટુઅર્ટની લવ સ્ટોરી રસપ્રદ
મયંતી લેંગર સ્પોર્ટ્સ એન્કરિંગની દુનિયાનું જાણીતું નામ છે. મયંતી લેંગરે 2012માં સ્ટુઅર્ટ બિન્ની સાથે લગ્ન કર્યા હતા. મયંતી અને સ્ટુઅર્ટની લવ સ્ટોરી એકદમ રસપ્રદ છે. મયંતી લેંગરે તેની ક્રિકેટ કારકિર્દીમાં પ્રથમ લાઇવ ઇન્ટરવ્યુ લીધો હતો, જે આઇસીએલ દરમિયાન સ્ટુઅર્ટ બિન્ની હતો. મયંતી લેંગરના પિતા લશ્કરમાં લેફ્ટનન્ટ જનરલ હતા અને માતા શિક્ષક હતા. મયંતી લેંગરે દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી બીએ ઓનર્સ કર્યું હતું. તે કોલેજની ફૂટબોલ ટીમ તરફથી રમી ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ન્યુઝીલેન્ડ ટેસ્ટ ભારે પડી / કોહલી 'વિરાટ' ન રહ્યો! લાભ પાંચમના દિવસે જ આવ્યાં માઠા સમાચાર, પહેલી વાર બન્યું આવું
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.