બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / જ્યાંથી શરૂ થયો રૂલ ત્યાં જ ખતમ! BCCIનો અચાનક મોટો નિર્ણય, ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ હટાવ્યો
Last Updated: 10:12 PM, 14 October 2024
IPLની ગત સીઝનમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ઘણો ચર્ચામાં રહ્યો હતો. ઘણા મોટા ખેલાડીઓએ આ નિયમના વિરોધમાં નિવેદન આપ્યા હતા. જોકે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝનમાં આ નિયમ ચાલુ રહેશે. આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટો નિર્ણય લીધો છે. BCCIએ એક ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ હટાવવાનો નિર્ણય લીધો છે. , આ તે જ ટુર્નામેન્ટ છે જ્યાંથી BCCIએ ઇમ્પેક્ટ પ્લેયરના નિયમની શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
The BCCI scraps 'Impact Player' rule in Syed Mushtaq Ali Trophy. (Cricbuzz). pic.twitter.com/GzK9x6NOII
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2024
BCCIએ ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ હટાવ્યો
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાંથી ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ હટાવી દીધો છે. સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની શરૂઆત 23 નવેમ્બરે થવાની છે, જે 15 ડિસેમ્બર સુધી રમાશે. BCCIએ રાજ્ય સંઘને એક સંદેશ દ્વારા ઇમ્પેક્ટ પ્લેયરના નિયમના નિર્ણયની પુષ્ટિ કરી છે. BCCIએ કહ્યું, 'કૃપા કરીને નોંધો કે BCCIએ વર્તમાન સીઝન માટે ઇમ્પેક્ટ પ્લેયરની જોગવાઇને હટાવવાનો નિર્ણય લીધો છે.' હમણાં જ BCCIએ IPLની ફ્રેન્ચાઈઝીઓને પણ જાણકારી આપી કે IPLની આગામી સીઝન માટે આ નિયમ ચાલુ રહેશે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી જ થયો હતો નિયમનો આરંભ
ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ સૌપ્રથમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ IPL 2023માં આ નિયમનો સમાવેશ થયો. આ નિયમ અનુસાર, મેચ દરમિયાન પ્લેઇંગ-11માંથી કોઈ એક ખેલાડીને બહાર કરીને, તેની જગ્યાએ નવો ખેલાડી સામેલ કરી શકાય છે. એટલે કે, એક ટીમ 12 ખેલાડીઓનો ઉપયોગ કરી શકે છે. ઇમ્પેક્ટ પ્લેયર નિયમ મુજબ, ટોસ પછી બંને ટીમોએ પોતાના પ્લેઇંગ ઇલેવન ઉપરાંત ઇમ્પેક્ટ ખેલાડીઓના નામ આપવાના હોય છે, જેમાથી એકને તે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકે છે. આ ખેલાડી કોઈપણ સમયે પ્લેઇંગ 11ના કોઈપણ ખેલાડીને બદલીને સામેલ થઈ શકે છે.
આ નિયમને કારણે IPLમાં ઘણા હાઇ સ્કોરિંગ મેચ જોવા મળ્યા હતા, પરંતુ આ નિયમ ઓલરાઉન્ડર્સ સાથે બિલકુલ ફિટ થતો નથી. ટીમો ઓલરાઉન્ડ ખેલાડીઓની તુલનામાં નિષ્ણાત બેટ્સમેન અને બોલર્સને પ્રાથમિકતા આપે છે. જેના કારણે ઘણા ઓલરાઉન્ડર્સે આ નિયમનો વિરોધ કર્યો હતો. જોકે IPLમાં આ નિયમ હજુ પણ ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.