બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / BCCIએ પાકિસ્તાનની 'પાર્ટનરશિપ મોડલ'ની ઓફર ઠુકરાવી, ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ સસ્પેન્સ યથાવત
Last Updated: 09:14 PM, 4 December 2024
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ ICC, BCCI અને PCB વચ્ચે આયોજનને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. આ ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની હોવાથી ભારતે પાકિસ્તાનમાં જવાની મનાઈ કરી દીધી છે. જેથી આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ પાકિસ્તાન આ માટે તૈયાર નથી. પાકિસ્તાન પાર્ટનરશિપ મોડલ પર ટૂર્નામેન્ટ રમવા માટે તૈયાર થઈ ગયું છે. જેમાં પાકિસ્તાની ટીમ કોઈ પણ મેચ રમવા માટે ભારત નહીં આવે અને ભારતીય ટીમ પણ પાકિસ્તાન નહીં જાય.
ADVERTISEMENT
આ ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે. પરંતુ ભારતે સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે તૈયાર નથી, જેના કારણે તે પાર્ટનરશિપ મોડલ લઈને આવ્યું છે, જેમાં જણાવાયું છે કે પાકિસ્તાન ICCની આ ટૂર્નામેન્ટ રમવા ભારત નહીં જાય અને ભારત પાકિસ્તાનમાં નહીં જાય. BCCIએ પાકિસ્તાનના પાર્ટનરશિપ મોડલને પણ નકારી કાઢ્યું છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ અનુસાર, BCCIનું માનવું છે કે ભારતમાં સુરક્ષાને કોઈ ખતરો નથી જેથી આવા મોડલને સ્વીકારવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો. ભારત 2031 સુધીમાં ત્રણ ICC ટૂર્નામેન્ટની યજમાની કરશે. જેમાં શ્રીલંકા સાથે 2026 T20 વર્લ્ડ કપ, 2029માં ચેમ્પિયન્સ ટ્રોફી અને બાંગ્લાદેશ સાથે મળીને 2031 ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.