વર્લ્ડ કપ 2019: BCCIએ PAKની સાથે રમવાનો નિર્ણય સરકાર પર છોડ્યો

By : juhiparikh 04:12 PM, 22 February 2019 | Updated : 04:12 PM, 22 February 2019
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ ના રમવા અંગેનો સરકાર પર છોડ્યો છે. CoA (પ્રશાસકોની સમિતિ)ના પ્રમુખ વિનોદ રાયે કહ્યુ કે, ''પાકની સાથે ક્રિકેટ રમવા પર અમે સરકાર સાથે મળીને ચર્ચા કરીશું. હાલમાં 3 મહિના સુધીનો સમય છે, ગંભીર ચર્ચા પછી આ મુદ્દા પર નિર્ણય લેવામાં આવશે.'' જોકે  વિનોદ રાયે સ્પષ્ટ કર્યુ કે, ''આંતકવાદને પ્રોત્સાહિત કરનાર દેશની સાથે ભવિષ્યમાં સંબંધ ના રાખવાને લઇને પોતાની ચિંતા બોર્ડ ICCની સાથે પત્ર લખીને વ્યકત કરશે.''

 
તમને જણાવી દઇએ કે, ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સાથે રમવાનો નિર્ણય માટે CoAએ શુક્રવારના મહત્વની મીટિંગ કરી. મીટિંગ પછી CoAના પ્રમુખે કહ્યુ કે, ''આ મામલાનો નિર્ણય સરકારની સાથે મળીને કરવામાં આવશે. હજુ આ માટે 3 મહિનાનો સમય છે. હાલમાં અમે ICCને પાકિસ્તાન સાથે જોડાયેલી ચિંતા જણાવીશું. આંતકવાદીઓને પ્રોત્સાહનમ આપનારા દેશોની સાથે ભવિષ્યમાં સંબંધ ના રાખવામાં આવે, આ પર ICC બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવશે.''

 
પુલવામા શહીદોને BCCI આપશે આર્થિક મદદ:

BCCI CoAની બેઠકમાં પુલવામામાં હુમલામાં શહીદોના પરિવારની મદદનો નિર્ણય લેવામાં આવ્યો છે. CoAના પ્રમુખ વિનોદ રાયે કહ્યુ કે, ''આ નિર્ણય લીધો છે કે IPLની ભવ્ય ઑપનિંગ સેરેમની નહી થાય અને તેના જે રૂપિયા બચશે તે રકમ શહીદ પરિવારને BCCIની તરફથી આપવામાં આવશે''

ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા પછી દેશભરમાં વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બહિષ્કારની માંગ કરી છે. ઘણા પૂર્વ ખિલાડીઓને પાકિસ્તાનની સામે મેચ ના રમવા માટે કહ્યુ. હરભજન સિંહ, સૌરભ ગાંગુલી અને મોહમ્મદ અઝહરુદ્દીન જેવા ખિલાડીઓ પાકિસ્તાનના બહિષ્કારની માંગ કરી રહ્યા છે. જોકે BCCIના સીધી રીતે નિર્ણય સરકારને માથે નાખ્યો છે.

વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાન વિરુદ્ઘ 16 જૂનના મૈનચેસ્ટરમાં શેડ્યૂલ છે. જોકે મીટિંગમાં CoAના બે સભ્યો વિનોદ રાય અને ડાયલા ઇડુલ્જી નવી દિલ્હથી જ્યારે ગુરુવરના નિયુક્ત ત્રીજા સભ્ય લેફ્ટિનેન્ટ જનરલ રવિન્દ્ર થોડગે ફોન પર હતા.Recent Story

Popular Story