ભારતમાં અતિ લોકપ્રિય આઈપીએલ નો સમય બદલાશે કે નહીં તે વિષય પર આજે ચર્ચા થવાની છે. ઘણા સમયથી માંગ ઉઠી રહી હતી કે આઈપીએલનો સમય 8 વાગ્યાના બદલે 7ને 30 કલાકનો કરવામાં આવે કે નહીં તે વિષય પર હવે નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ છે. સંચાલાન સમિતિની બેઠકમાં BCCIના મોટા અધિકારીઓ સામેલ થશે અને ચર્ચા બાદ આ વિષય પર કોઈ નિર્ણય લેશે.
સૌરવ ગાંગુલી અને જય શાહ પણ બેઠકમાં લેશે ભાગ
ક્રિકેટ સલાહકાર સમિતિને પણ આખરી રૂપ આપવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ
આગામી વર્ષોમાં આઈપીએલની ટીમની સંખ્યા વધારવામાં આવે કે નહીં તેના પર પણ થશે ચર્ચા
ક્રિકેટ સલાહકાર સમિતિને આપી શકાય છે અંતિમ રૂપ
સૌરવ ગાંગુલી અને જય શાહ
સોમાવરે થનાર બેઠકમાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ પણ આ બેઠકમાં સામેલ થશે. મહત્વની વાત એ છે કે આ બેઠકમાં ત્રણ સદસ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિને પણ અંતિમ રૂપ આપી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે આ સમિતિમાં ગૌતમ ગંભીર અને સુલક્ષણા નાઈક આ સમિતિનો હિસ્સો બની શકશે નહીં. કારણ કે લોઢા સમિતિની જોગવાઈ અનુસાર ક્રિકેટ સલાહકાર સમિતિ એટલે કે સીએસીમાં ભાગ લેવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલાં સંન્યાસ લીધેલ હોવું ફરજીયાત છે જ્યાં ગંભીર અને નાઈકને સંન્યાસ લીધે પાંચ વર્ષ પુરા થયા નથી જેથી તેઓ આ સમિતિમાં ભાગ લઇ શકશે નહીં.
પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર
પૂર્વ બેટ્સમેન બૃજેશ પટેલની આગેવાનીમાં આઈપીએલ સંચાલન પરિષદની બીજી બેઠક મળશે જેમાં 2020નાં બધા કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવશે. લોઢા સમિતિની જોગવાઈ અનુસાર આઈપીએલની ફાઈનલ અને ભારતની અન્ય કોઈ પણ આંતરરાષ્ટ્રિય મેચ વચ્ચે ઓછામાં ઓછા 15 દિવસનું અંતર હોવું જરૂરી છે.
આગામી વર્ષોમાં કેટલી ટીમો રમશે તેના પર આવી શકે છે નિર્ણય
એક ખબર અનુસાર પ્રસારણકર્તાઓની ઈચ્છા છે કે ipl મેચનો સમય બદલીને અડધો કલાક પહેલા કરી દેવામાં આવે જેના પર આજે સંચાલન સમિતિ ચર્ચા કરીને નિર્ણય કરી શકે છે. આ સાથે આગામી વર્ષોમાં આઈપીએલમાં 10 ટીમને રમવા દેવામાં આવે અને બે મહિના સુધી મેચ કરવામાં આવે તે વિષય પર પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે.