BCCI ના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે જ્યારે પદ સંભાળ્યા પછી પહેલી વખત મીડિયા સામે આવ્યા ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસ પર સવાલ થયા. ગાંગુલીએ પોતાના અંદાજમાં આ અંગે જવાબ આપ્યો. ધોનીને ચેમ્પિન ગણાવતા ગાંગુલીએ કહ્યુ કે, ''ચેમ્પિયન ખેલાડી ક્યારેય પણ જલ્દીથી ખેલ નથી છોડતો.''
સૌરભ ગાંગુલીએ મુંબઇમાં BCCI ના અધ્યક્ષ પદ સંભાળતા કરી પહેલી પ્રેસ કોન્ફરન્સ
પૂર્વ કેપ્ટન ધોની વિશે વાત કરતા ગાંગુલીએ કહ્યુ કે, તે એક ચેમ્પિયન છે અને ભારતને તેના પર ગર્વ છે
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સાથે ગુરુવારના કરશે મુલાકાત, કહ્યુ, ટીમ ઇન્ડિયા માટે સૌથી મહત્વનો વ્યકિત
મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ 2019 ની સેમિફાઇનલ મેચ પછી ટીમ ઇન્ડિયાથી દૂર
ધોની વિશે વાત કરતા પોતાના સમયનું ઉદાહરણ આપતા કહ્યુ કે, ''જ્યારે લગભગ દોઢ વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યા પછી શાનદાર રીતે કમબેક કર્યુ અને આગામી 2 વર્ષ સુધી સતત ક્રિકેટ રમ્યો.''
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૌરભ ગાંગુલીએ પોતાની યોજનાઓ પર વાત કરી અને કાર્યભાળ વિશે જણાવ્યુ. તેમણે વિરાટ કોહલીની રમત પર પણ પોતાનો મત રાખ્યો તો સાથે જ ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો વિશે વખાણ કર્યા.
'રૉયલ બંગાળ ટાઇગર' નામથી ફેમસ ગાંગુલીએ કહ્યુ કે, તેઓ મહેન્દ્ર સિંહ ધોનીની સાથે જરૂરથી વાત કરો. ગાંગુલીએ પ્રેસ કોન્ફરન્સના થોડી વખત પહેલા જ BCCI ના નવા અધ્યક્ષ તરીકે મુંબઇમાં કાર્યભાર સંભાળ્યો. 47 વર્ષીય ગાંગુલીએ કહ્યુ કે, ''હજુ મારી ધોની સાથે વાત થઇ નથી, પરંતુ અમે ભવિષ્ય વિશે જરૂરથી વાત કરીશું, તે એક ચેમ્પિયન છે અને ચેમ્પિયન આટલા જલ્દીથી ખેલ ખત્મ નથી કરતા.''
Champions don't finish that easily: Ganguly on Dhoni
તમને જણાવી દઇએ કે, મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ 2019ના સેમિફાઇનલ પછીથી ટીમ ઇન્ડિયા તરફથી રમતા જોવા મળ્યો નથી. તેઓ હાલમાં રાંચીની સાઉથ આફ્રિકા વિરુદ્ઘ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચમાં મળેલી જીતના પછી ચોથા દિવસે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો.
વિરાટ વિશે વાત કરતા કહ્યુ 'તે ક્રિકેટને આગળ લઇ જશે'
Sourav Ganguly after taking charge as the President of Board of Control for Cricket (BCCI) in Mumbai: I will speak to him (Virat Kohli) tomorrow. He is the captain of India. He is the most important man in Indian cricket. We will support him in every possible way. pic.twitter.com/4f6SSWApuO
ટીમ ઇન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલી વિશે વાત કરતા તેમણે કહ્યુ કે, ટટએક એવો ખેલાડી છે જે હાલમાં ભારતીય ક્રિકેટને આગળ લઇ જઇ શકે છે. હું પણ કેપ્ટન રહ્યો છું અને એવામાં એક કેપ્ટન તરીકેની તમામ જવાબદારીઓ સમજુ છું. વિરાટ એક એવો ખેલાડી છે જે ભારતીય ક્રિકેટને આગળ લઇ જશે. તમે છેલ્લા 4-5 વર્ષમાં તેની રમત જુઓ તે કમાલનો ક્રિકેટર છે. હું વિરાટની સાથે કાલે (ગુરુવાર) ના મુલાકાત કરીશ. તે ટીમ ઇન્ડિયાના કેપ્ટન છે અને ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી મહત્વનો વ્યકિત છે. અમે તેણે તમામ રીતે સપોર્ટ કરીશું.''