ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી પર પત્ની હસીન જહાંએ આરોપ લગાવ્યા છે અને ફરિયાદ પણ દાખલ કરાવી છે. ત્યારે હવે શમી 11મીં IPL રમશે કે નહી તેના પર આજે નિર્ણય લેવામાં આવશે.
મળતી માહિતી અનુસાર આ મામલે આજે આઈપીએલ ગવર્નિગ કાઉન્સિલની બેઠક યોજાશે. જેમા શમી દિલ્હી ડેયરડેવિલ્સ ટીમમાં રમશે કે નહી તેના પર નિર્ણય આપવામાં આવશે. આ બેઠકમાં રાજીવ શુલા કાર્યવાહક અધ્યક્ષ સી.કે.ખન્ના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરી. કોષાધ્યક્ષ અનિરૂદ્ધ ચૌધરી સીઈઓ રાહુલ જૌહરી અને પ્રશાસક સમિતીના સભ્ય ડાયના ઈડુલગી હાજર રહેશે.
મહત્વનુ છે કે આ નિર્ણય પહેલા શમીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે BCCI જે પણ નિર્ણય લેશે તે તેના માટે મહત્વનો રહેશે.