BCCIએ IPLની 11મી સિઝન માટે DRS (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ)ને લીલી ઝંડી આપી દીધી છે. IPL પાકિસ્તાન સુપર લીગ (PSL) બાદ DRS લાગૂ કરનાર બીજી T-20 લીગ હશે.
બોર્ડના એક અધિકારીએ કહ્યું કે BCCI DRSને લઇને ખૂબ જ ઉત્સુક છે અને આ વર્ષે તેને IPLમાં પણ લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે IPLને ધ્યાનમાં લેતા BCCIએ ડિસેમ્બરમાં દેશના ટૉપ 10 એમ્પાયરની એક વર્કશોપનું આયોજન કર્યુ હતુ. આ વર્કશોપનું આયોજન વિશાખાપટ્ટનમમાં કરવામાં આવ્યું હતું. એક અહેવાલ અનુસાર ICCના એમ્પાયરો વચ્ચે કોચ ડેનિસ બર્ન્સ અને ઓસ્ટ્રેલિયાના એમ્પાયર પૉલ રેફેલે ભારતીય એમ્પાયરોને નવી ટેકનીક જણાવી હતી. આ એમ્પાયર હવે IPLમાં એમ્પાયરિંગ કરશે.
ઉલ્લેખનીય છે કે આ વખતે IPL 7 એપ્રિલથી 27 મે સુધી ચાલશે. IPLની આ 11મી સિઝનમાં ક્રિકેટ જગતના જાણીતા પ્લેયર્સ શામેલ થશે.