બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના નિયમોમાં કર્યા ફેરફાર, હવે ખેલાડીઓ આ બાબતોનું રાખવુ પડશે ધ્યાન

ક્રિકેટ / BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના નિયમોમાં કર્યા ફેરફાર, હવે ખેલાડીઓ આ બાબતોનું રાખવુ પડશે ધ્યાન

Last Updated: 06:56 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ડોમેસ્ટિક ક્રિકેટમાં કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે, ચાલો શું ફેરફારો થયા છે એ જણાવીએ અને તમામ નિયમો રણજી ટ્રોફીથી લાગુ થશે.

BCCI New Domestic Cricket Rules: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજથી (11 ઓક્ટોબર)થી શરૂ થનારી રણજી ટ્રોફી પહેલા પ્લેઈંગ કંડીશનને લઈને કેટલાક ફેરફારો કર્યા છે. એટલે કે હવે ખેલાડીઓએ ક્રિકેટ રમતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

આજથી રણજી ટ્રોફી સાથે ડોમેસ્ટિક સિઝન શરુ

આજથી એટલે કે શુક્રવાર (11 ઓક્ટોબર)થી રણજી ટ્રોફીના પ્રથમ રાઉન્ડ સાથે ભારતમાં નવી ડોમેસ્ટિક સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે, હવે જો કોઈ બેટર ઈજા વિના કોઈપણ કારણોસર ડગઆઉટમાં પાછો જાય છે, તો તેને તરત જ આઉટ જાહેર કરવામાં આવશે. એટલે કે તે ટીમની ઈનિંગમાં બેટિંગ કરી શકશે નહીં, ભલે પછી વિરોધી ટીમના કેપ્ટનને કોઈ સમસ્યા ન હોય. ગઈકાલે (ગુરુવારે 10 ઓક્ટોબર) સાંજે બીસીસીઆઈ દ્વારા રાજ્યની ટીમોને આ અંગેની એક પ્રેસ રિલીઝ મોકલવામાં આવી હતી. જેમાં બદલાયેલા નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી. ચાલો તમને જણાવીએ કે કયા કયા ફેરફારો થયા છે.

PROMOTIONAL 10

વધુ વાંચો : સાનિયા મિર્ઝાએ બીજા લગ્ન કર્યા? આ સિંગર સાથે જોડાયું નામ, સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ

આ નિયમોમાં થયો ફેરફાર

  • ઈજા, માંદગી અથવા અનિવાર્ય કારણ સિવાયના કોઈપણ કારણસર બેટર ડગઆઉટમાં પાછો જાય છે તો તેને તરત જ આઉટ ગણવામાં આવશે તેમજ વિરોધી ટીમના કેપ્ટનની સંમતિથી પણ તેની પાસે બેટિંગમાં પાછા ફરવાનો વિકલ્પ રહેશે નહીં.
  • બોલિંગમાં, જો કોઈ ટીમે બોલ પર થૂક લગાવે, તો પેનલ્ટી લગાવવા સિવાય, બોલને તરત જ બદલવો પડશે.
  • બીસીસીઆઈએ રન રોકવાના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. નવા સુધારેલા નિયમ મુજબ, જ્યારે બેટર એક રન દોડ્યા બાદ ઉભા રહે છે અને તે દરમિયાન ઓવથ્રો બાદ ફરી એક બીજાને ક્રોસ કર્યા પહેલા બોલ બાઉન્ડ્રીની બહાર જાય છે તો પણ ફક્ત ચાર રન જ મળશે. પહેલા ચાર રન ઉપરાંત દોડીને પૂરા કરેલા રન પણ ગણવામાં આવતા હતા.
  • બીજો ફેરફાર સીકે ​​નાયડુ સ્પર્ધામાંથી પોઈન્ટ ફાળવણી સાથે સંબંધિત છે. નવા નિયમોમાં બે પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો : 'લાલ બજરી'ના બાદશાહ રાફેલ નડાલે ટેનિસને કહ્યું અલવિદા, આ દિવસે રમશે છેલ્લી મેચ, શેર કર્યો વીડિયો

પરિસ્થિતિ 1: જો ટીમ A, પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 98 ઓવરમાં 398 રનમાં ઓલઆઉટ થાય છે, તો તેને 4 બેટિંગ પોઈન્ટ મળશે. ફિલ્ડિંગ કરતી વખતે, ટીમ Aને 5 પેનલ્ટી રન આપવામાં આવશે, જેના પરિણામે ટીમ Aનો સ્કોર હવે 98 ઓવરમાં 403 થઈ જશે, ટીમ Aને હવે 5 બેટિંગ પોઈન્ટ્સ મળશે.

પરિસ્થિતિ 2: જો ટીમ 'A' પ્રથમ બેટિંગ કરે છે અને 100.1 ઓવરમાં 398 રનમાં ઓલઆઉટ થઈ જાય છે, તો તેને 4 બેટિંગ પોઈન્ટ મળશે. જ્યારે ટીમ 'A'ને ફિલ્ડિંગ કરતી વખતે 5 પેનલ્ટી રન મળ્યા હતા, જેના પરિણામે ટીમ A નો સ્કોર હવે 100.1 ઓવરમાં 403 થઈ ગયો. જો કે તેને 5મો બેટિંગ પોઈન્ટ મળશે નહીં.

નિયમ ક્યાં લાગુ પડશે

એક રિપોર્ટ અનુસાર, આ નિયમ BCCIની તમામ ડોમેસ્ટિક મેચો માટે લાગુ થશે. આ નવો નિયમ તમામ ઘરઆંગણાની મેચો અને તમામ મર્યાદિત ઓવરની મેચો માટે પણ લાગુ થશે. રસપ્રદ વાત એ છે કે, BCCIએ કહ્યું છે કે આ નિયમ સુપર ઓવરની સ્થિતિમાં પણ લાગુ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports Cricket BCCI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ