બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / bcci annual general meeting key decisions roger binny replace sourav ganguly womens ipl

BCCI AGM / સૌરવ ગાંગુલીનું પત્તુ સાફ, મહિલા IPLનું એલાન, જાણો BCCIની મોટી બેઠકમાં લેવાયેલા નિર્ણયો

MayurN

Last Updated: 05:54 PM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIની 91મી વાર્ષિક સાધારણ સભા મંગળવારે મળી હતી, જેમાં સૌરવ ગાંગુલીને પ્રમુખ પદેથી રજા આપવામાં આવી છે. રોજર બિન્ની બીસીસીઆઈના નવા અધ્યક્ષ બન્યા છે.

  • BCCIની 91મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
  • પ્રમુખ પદમાં સૌરવ ગાંગુલીની જગ્યા લેશે રોજર બિન્ની
  • મેન્સ અને વિમેન્સ ટીમોના ભાવિ પ્રવાસ કાર્યક્રમની જાહેરાત

BCCIની 91મી વાર્ષિક સાધારણ સભા મંગળવારે મળી હતી, જેમાં સૌરવ ગાંગુલીને પ્રમુખ પદેથી રજા આપવામાં આવી છે. રોજર બિન્ની બીસીસીઆઈના નવા અધ્યક્ષ બન્યા છે. બીસીસીઆઈની એજીએમમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ મિટિંગમાં બીસીસીઆઇના હોદ્દેદારો ઉપરાંત મેન્સ અને વિમેન્સ ટીમોના ભાવિ પ્રવાસ કાર્યક્રમ અને વિમેન્સ આઇપીએલ અંગે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. બીસીસીઆઈના નવા પદાધિકારીઓની વાત કરીએ તો 1983માં ભારતને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મોટું યોગદાન આપનાર બિન્ની બીસીસીઆઈના હાથમાં આવી ગયો છે. તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

 

 

  • રાજીવ શુક્લાને ઉપપ્રમુખ તરીકે, જય શાહ સેક્રેટરી તરીકે, દેવજીત સૈકિયાને સંયુક્ત સચિવ તરીકે અને આશિષ શેલાર ખજાનચી તરીકે ચૂંટાયા છે.
  • એજીએમમાં બીસીસીઆઇની એપેક્સ કાઉન્સીલમાં પણ પ્રતિનિધિની વરણી કરવામાં આવી હતી. એમકેજે મજુમદારને આ મહત્વની જવાબદારી મળી.
  • બીસીસીઆઇની એજીએમમાં આઇપીએલના પ્રતિનિધિ તરીકે અરુણ ધુમલ અને અવિશેક દાલમિયાની વરણી કરવામાં આવી છે. એવા પણ સમાચાર છે કે ધૂમલ આઇપીએલના નવા ચેરમેન બની શકે છે. જોકે, તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી.
  • એજીએમમાં સામાન્ય સભાએ ઓડિટ એકાઉન્ટ 2021-2022 પાસ કર્યું છે.
  • આ બેઠકમાં 2022-2023ના વાર્ષિક બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી.
  • જનરલ બોડીએ એજીએમમાં સિનિયર મેન્સ ટીમના 2023થી 2027 સુધીના અને વિમેન્સ ટીમના 2022થી 2025 સુધીના ફ્યુચર ટૂર પ્રોગ્રામને પણ મંજૂરી આપી દીધી છે.
  • મુંબઈમાં યોજાયેલી આ બેઠકમાં મહિલા આઈપીએલને પણ મંજૂરી મળી ગઈ છે, જે આવતા વર્ષે માર્ચમાં યોજાવાની છે. મહિલા આઈપીએલની પ્રથમ સિઝનમાં 5 ટીમો હશે અને આ ટૂર્નામેન્ટ પુરુષ આઈપીએલ પહેલા જ રમાશે. મહિલા આઈપીએલમાં 20 લીગ મેચ રમાશે. જેમાં તમામ ટીમો બે વખત એકબીજા સામે રમશે. ટોચની ટીમ સીધી જ ફાઈનલ રમશે.

સંકળાયેલા મુદ્દાઓ

AGM BCCI President Cricket Jay Shah Sourav Ganguly arun dhumal roger binny womens ipl BCCI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ