bcci announces teams for women t20 challange here are the lists
ક્રિકેટ /
હવે મહિલા ક્રિકેટમાં પણ જામશે ખરાખરીની જંગ, BCCI એ કરી વિમેન્સ T20 ચેલેન્જ માટેની ટીમોની જાહેરાત
Team VTV03:10 PM, 16 May 22
| Updated: 03:16 PM, 16 May 22
મહિલા ટી20 ચેલેન્જ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે, પણ આ વખતે 39 કરતા વધારે ઉંમર હોવાથી મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામીને યુવા ખેલાડીઓને તક મળે એટલા માટે આરામ આપવામાં આવશે.
મહિલા ટી20 ચેલેન્જ ટુર્નામેન્ટનું થશે આયોજન
મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામી નહીં જોવા મળે આ ટુર્નામેન્ટમાં
યુવાઓને તક આપવાનો BCCIનો નિર્ણય
મહિલા ટી20 ચેલેન્જ ટુર્નામેન્ટનું થશે આયોજન
આ મહીને IPL સીઝન વચ્ચે મહિલા ટી20 ચેલેન્જ ટુર્નામેન્ટ પણ રમવામાં આવશે, જેનું શેડ્યુલ પણ નક્કી થઇ ચુક્યું છે. જોકે આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફેન્સને આ વખતે દિગ્ગજ ક્રિકેટર મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામીની ધમાલ જોવા મળશે નહીં.
મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામીની ઉંમર 39 વર્ષને પાર થઇ ચુકી છે. આવામાં બંને સિનીયર પ્લેયરને આરામ આપીને યુવાઓને મોકો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
યુવા પ્લેયર્સને મળશે મોકો
સમાચારો અનુસાર, આ સમયે સિનીયર અને અનુભવી પ્લેયર મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામીને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતીય ઘરેલૂ ક્રિકેટમાં ઘણા યુવા મહિલા ખેલાડીઓ છે, જે તક મળવાની રાહ જોઈ રહ્યા છે. આ વખતે ટી20 ચેલેન્જ ટૂર્નામેન્ટમાં મિતાલીની જગ્યા વેલોસિટીની કપ્તાની દીપ્તિ શર્માને મળી શકે છે.
મહિલા ટી20 ચેલેન્જ ટુર્નામેન્ટમાં ત્રણ ટીમો રમે છે. આ ટીમ છે ટ્રેલબ્લેઝર્સ, સુપરનોવા અને વેલોસીટી. આ સમગ્ર ટુર્નામેન્ટમાં વધુમાં વધુ 12 વિદેશી ખેલાડીઓને જ સામેલ કરવાનો નિયમ છે. મિતાલી અને ઝૂલનને આરામ આપવાની ઘોષણા જલ્દી જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કરશે.