બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / 3 દેશોની ટીમ ક્રિકેટ રમવા ભારત આવશે, BCCIએ જાહેર કર્યો આખો કાર્યક્રમ

રસિયાઓને મોજ / 3 દેશોની ટીમ ક્રિકેટ રમવા ભારત આવશે, BCCIએ જાહેર કર્યો આખો કાર્યક્રમ

Last Updated: 05:39 PM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયા માટે દેશમાં જ રમાનાર મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયા માટે 5 મહિના (સપ્ટેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 સુધી) નો ઘરેલું કાર્યક્રમ જાહેર કર્યો છે. ભારતીય ટીમે આ સમયગાળા દરમિયાન 5 ટેસ્ટ, 8 T20 મેચ અને 3 ODI મેચ રમવાની છે. શરૂઆત બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીથી થશે જે પછી તેની જ સામે 3 ટી-20 મેચોની શ્રેણી રમાશે.

3 દેશોની ટીમ ક્રિકેટ રમવા ભારત આવશે

બાંગ્લાદેશ સામેની બંને શ્રેણી 19 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી રમાશે. આ પછી ન્યૂઝીલેન્ડની ટીમ ઓક્ટોબરમાં ભારતનો પ્રવાસ કરશે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ મેચોની શ્રેણી હશે, જે 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરીમાં ભારતનો પ્રવાસ કરશે. આ સમયગાળા દરમિયાન, પહેલા બંને ટીમો વચ્ચે 5 T20 મેચોની શ્રેણી રમાશે. ત્યારબાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 ODI મેચ પણ રમાશે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે આ બંને શ્રેણી 22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી રમાશે.

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ (2024)

19-24 સપ્ટેમ્બર: 1લી ટેસ્ટ, ચેન્નાઈ

27 સપ્ટેમ્બર-1 ઓક્ટોબર: બીજી ટેસ્ટ, કાનપુર

6 ઓક્ટોબર: 1લી T20, ધર્મશાળા

9 ઓક્ટોબર: 2જી T20, દિલ્હી

12 ઓક્ટોબર: ત્રીજી T20, હૈદરાબાદ

ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ (2024)

16-20 ઓક્ટોબર: 1લી ટેસ્ટ, બેંગલુરુ

24-28 ઓક્ટોબર: બીજી ટેસ્ટ, પુણે

1-5 નવેમ્બર: ત્રીજી ટેસ્ટ, મુંબઈ

વધુ વાંચો : દિગ્ગજ ભારતીય ક્રિકેટરે આપઘાત કર્યો, ચોથે માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું

ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ (2025)

22 જાન્યુઆરી - 1લી T20, ચેન્નાઈ

25 જાન્યુઆરી - 2જી T20, કોલકાતા

28 જાન્યુઆરી - 3જી T20, રાજકોટ

31 જાન્યુઆરી - 4થી T20, પુણે

2 ફેબ્રુઆરી - 5મી T20, મુંબઈ

6 ફેબ્રુઆરી - 1લી ODI, નાગપુર

9 ફેબ્રુઆરી - બીજી ODI, કટક

12 ફેબ્રુઆરી- ત્રીજી ODI, અમદાવાદ

સંકળાયેલા મુદ્દાઓ

Team India schedule BCCI Team India announcement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ