Team VTV07:30 PM, 14 Feb 23
| Updated: 07:49 PM, 14 Feb 23
વિમેન્સ પ્રીમિયર લીગની મેચ શિડ્યૂલ થઈ ગઈ છે. પહેલી મેચ જ ગુજરાત vs મુંબઈ રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત માર્ચથી કરવામાં આવશે.
WPLની તારીખો જાહેર
4થી 26 માર્ચ સુધી રમાશે ટૂર્નામેન્ટ
પહેલી મેચ જ ગુજરાત અને મુંબઈની
વિમેન્સ પ્રીમિયર લીગની મેચની તારીખો જાહેર થઈ ગઈ છે. પહેલી મેચ ગુજરાત અને મુંબઈ વચ્ચે યોજાવાની છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત માર્ચમાં થશે જે 26 માર્ચ સુધી રમવામાં આવશે. ટૂર્નામેન્ટમાં 5 ટીમો કુલ 22 મેચો રમશે. તમામ મેચો મુંબઈનાં 2 સ્ટેડિયમ D Y PATIL અને બ્રોબર્નમાં રમવામાં આવશે.
મુંબઈમાં જ રમાશે તમામ મેચો
BCCIએ વિમેન્સ પ્રીમિયર લીગનાં પહેલા સંસ્કરણ માટેનાં શેડ્યૂલ પ્લાનનું એલાન કરી દીધેલ છે. આ ટૂર્નામેન્ટ 4 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચ સુધી રમવામાં આવશે. કુલ 5 ટીમો 22 મેચો રમશે. તમામ મેચ મુંબઈનાં 2 સ્ટેડિયમમાં રમવામાં આવશે. બંનેમાં 11-11 મેચો રમવામાં આવશે.
🚨 NEWS 🚨: BCCI announces schedule for Women’s Premier League 2023. #WPL
એક દિવસમાં 2 મેચો
23 દિવસોની અંદર લીગ રાઉન્ડમાં 20 મેચ રમવામાં આવશે આ સિવાય એક એલિમિનેટર અને એક ફાઈનલ મેચ રમવામાં આવશે. પહેલી મેચનાં D Y Patil સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ ગુજરાત અને મુંબઈની વચ્ચે રમાશે. તો લીગ રાઉન્ડ દરમિયાન ચાર હેડર મેચો રમવામાં આવશે એટલે કે એક દિવસની અંદર 2 મેચો રમવામાં આવશે.
WPL માટે 5 ટીમો રમશે ટૂર્નામેન્ટ
ગુજરાત જાયેન્ટ્સ GGT
મુંબઈ ઈંડિયન્સ MI
રોયલ ચેલેન્જર્સ બેંગલોર RCB
દિલ્હી કેપિટલ્સ DC
યૂપી વૉરિયર્સ UPW