બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Duleep Trophy 2024: બીજા રાઉન્ડને લઇ BCCIએ કર્યું ટીમનું એલાન, જુઓ કયા-કયા ખેલાડી ઇન ને આઉટ

સ્પોર્ટ્સ / Duleep Trophy 2024: બીજા રાઉન્ડને લઇ BCCIએ કર્યું ટીમનું એલાન, જુઓ કયા-કયા ખેલાડી ઇન ને આઉટ

Last Updated: 05:10 PM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુલીપ ટ્રોફીનો બીજો રાઉન્ડ 12 ઓકટોબરના રોજથી શરુ થવાનો છે. બાંગ્લાદેશ સામેના પ્રવાસમાં અમુક પ્લેયરની પસંદગી થઈ હોવાથી દિલીપ ટ્રોફીની ટીમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે ટીમોની જાહેરાત થઈ છે. જેમાં મોટા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ભારતની ક્રિકેટ ટીમ બાંગ્લાદેશમાં પ્રવાસે જવાની છે તેમાં અમુક પ્લેયરની પસંદગી થઈ હોવાથી ફેરફાર થયા છે.BCCI દ્વારા ઇન્ડિયા A, ઇન્ડિયા B, અને ઇન્ડિયા Dમાં ફેરફાર કરાયા છે તો ઇન્ડિયા Cમાં કોઈ ફેરફાર નથી કરાયા. આ ફેરફારને કારણે રિંકુ સિંહને ઇન્ડિયા Bની ટીમમાં સ્થાન મળ્યું છે. 

  • ઈન્ડિયા Aના ફેરફાર 
    બાંગ્લાદેશના પ્રવાસ માટે શુભમન ગિલ, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ અને આકાશ દીપને સામેલ કરાયા છે.જેથી તેમની જગ્યાએ પ્રથમ સિંહ (રેલવે), અક્ષય વાડકર (વિદર્ભ CA) અને રશીદ (આંધ્ર CA)નો સમાવેશ કર્યો છે. આ સિવાય કુલદીપ યાદવની જગ્યાએ સ્પિનર શમ્સ મુલાનીને ટીમમાં સામેલ કરાશે. તો  આકાશદીપની જગ્યાએ આકિબ ખાન (UPCA)ને સ્થાન અપાયુ છે.

વધુ વાંચો : 6,6,6,6,6..છેલ્લી ઓવરમાં ખેલાડીનો તરખાટ, ફટકાર્યા 5 ગગનચુંબી છગ્ગા, જીત્યું ટાઈટલ

  • ઈન્ડિયા  Aની ફેરફાર કરેલ ટીમ 
    મયંક અગ્રવાલ (કેપ્ટન),રિયાન પરાગ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, પ્રસિદ્ધ કૃષ્ણ, ખલીલ અહેમદ, અવેશ ખાન, કુમાર કુશાગ્ર, શાસ્વત રાવત, પ્રથમ સિંહ, અક્ષય વાડકર, એસકે રશીદ, શમ્સ મુલાની, આકિબ ખાન.
  • ઈન્ડિયા Bના ફેરફાર
    ઇન્ડિયા B તરફથી ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને યશ દયાલને બાંગ્લાદેશ સામે જગ્યા મળી છે.જેથી પંત અને જયસ્વાલની જગ્યાએ સુયશ પ્રભુદેસાઈ અને રિંકુ સિંહને ટીમમાં સ્થાન અપાયું છે. આ સિવાય હિમાંશુ મંત્રીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો : ક્રિકેટ જગતમાં હડકંપ! 15 દિવસમાં 6 ખેલાડીએ લીધો સંન્યાસ, 2 ભારતીય પણ સામેલ

  • ઈન્ડિયા Bની ફેરફાર કરેલ ટીમ
    અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), સરફરાઝ ખાન, મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, રિંકુ સિંહ, હિમાંશુ મંત્રી 
  • ઈન્ડિયા Dના ફેરફાર
    બાંગ્લાદેશ સામે ઈન્ડિયા Dમાંથી અક્ષર પટેલની ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે ઈજાના કારણે બહાર છે. જેથી અક્ષરના સ્થાને નિશાંત સિંધુ અને તુષારના સ્થાને ઈન્ડિયા Aના વિદ્વત કાવેરપ્પને જગ્યા આપવામાં આવી છે.
PROMOTIONAL 9
  • ઈન્ડિયા ડીની અપડેટ કરાયેલી ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડીક્કલ, રિકી ભુઈ, સરંશ જૈન, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, આકાશ સેનગુપ્તા, કેએસ ભરત (વિકેટેઈન), સૌરભ કુમાર, સંજુ સેમસન (વિકેટમેન), નિશાંત સિંધુ , વિદવથ કાવેરપ્પા.

સંકળાયેલા મુદ્દાઓ

Rinku Singh BCCI Duleep trophy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ