બ્રેકિંગ ન્યુઝ
VTV / bayer grills share photo with PM Modi
Last Updated: 06:56 PM, 6 February 2021
ADVERTISEMENT
મેન વર્સેસ વાઇલ્ડનો એક એપિસોડ ભારતમાં શૂટ કરાયો હતો
બહુચર્ચિત શો મેન્સ વર્સેસ વાઇલ્ડ અંગે લોકો જાણે છે. આ શો લોકોમાં ખૂબ પોપ્યુલર છે, આ કાર્યક્રમને ગત વર્ષે ભારતમાં ખૂબ વખાણવામાં આવ્યો હતો જ્યારે શોનાં હેસ્ટ બેર ગ્રીલ્સ અને ભારતનાં પીએમ મોદી એકસાથે એપિસોડમાં જોવા મળ્યા હતા, જે એપિસોડ ભારતમાં શૂટ કરવામાં આવ્યો હતો.
ઉત્તરાખંડમાં પીએમ મોદી એડવેન્ચર એક્ટિવિટી કરતા જોવા મળ્યા
બેર ગ્રીલ્સની સાથે કરવામાં આવેલ આ એપિસોડે રેકોર્ડ બનાવ્યો હતો, જે અપિસોડમાં બેર ગ્રીલ્સ અને પીએમ મોદી ઉત્તરાખંડનાં જિમ કોર્બેટ પાર્કમાં એડવેન્ચર એક્ટિવિટી કરતા જોવા મળ્યા હતા. આ સ્પેશિયલ એપિસોડને દેશભર સહિત વિશ્વનાં અન્ય દેશોમાં પણ સૌથી વધારે જોવામાં આવ્યો હતો, જેનાંથી આ શો વિશ્વનો સૌથી વધારે જોવાતો શો બની ગયો હતો.
ADVERTISEMENT
બેર ગ્રીલ્સે મોદી સાથેની તસવીર શેર કરી
હવે આ શોનાં હેસ્ટ બેર ગ્રીલ્સે તેનાં ટ્વીટર એકાઉન્ટ પર પ્રધાનમંત્રી મોદી સાથેની એક જુની તસવીર શેર કરી છે. ગ્રીલ્સે તે દિવસને યાદ કરતા આ તસવીરને શેર કરી છે જે તસવીરને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. બેર ગ્રીલ્સે આ ફોટોને શેર કરતા લખ્યું છે કે, મારી ગમતી તસવીરમાંથી એક ડિસ્કવરી પર અમારા જંગલ એડવેન્ચર બાદ પલળીને બેસેલા પ્રધાનમંત્રી મોદીની સાથે ચા પીવાનો તે પળ મને યાદ અપાવે છે કે માસ્ક અને પદની પાછળ આપણે સૌ એક છીએ. સોશિયલ મીડિયા પર આ ફોટો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ એપિસોડ 12 ઓગસ્ટ 2019નાં રોજ ટેલિકાસ્ટ થયો હતો અને દેશ-વિદેશમાં જોવામાં આવ્યો હતો.
ઉત્તરી ભારતનાં લોકો ખૂબ શાનદાર
ઉલ્લેખનીય છે કે, રોમાંચક યાત્રાઓ માટે પ્રસિદ્ધ બ્રિટીશ નાગરિક બેર ગ્રીલ્સ ભારતને નથી ભૂલી શક્યો. તે 18 વર્ષની ઉંમરે પહેલીવાર ભારત આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે તક મળી ત્યારે તે ભારત આવ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે ઉત્તરી ભારતનાં પર્વતીય વિસ્તારોનાં લોકો ખૂબ શાનદાર છે. થોડા સમય પહેલા સુપરસ્ટાર રજનીકાંત પણ બેર ગ્રીલ્સનાં શોમાં જોવા મળ્યા હતા. ત્યારે 70 વર્ષનાં રજનીકાંતે એડવેન્ચર કરીને બેર ગ્રીલ્સને આશ્ચર્યમાં મુકી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.