પબ્જીના ભારતીય વર્ઝન બૈટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાના યુઝર્સ આજે ગેમનું પ્રી- રજિસ્ટ્રેશનલ કરી શકે છે.
પબ્જીના ભારતીય વર્ઝન બૈટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાના આતુરતાનો અંત
ગેમનું પ્રી- રજિસ્ટ્રેશનલ કરી શકે છે
ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ‘Pre Register’ બટન પર ક્લિક કરવાનું રહેશે
ગેમનું પ્રી- રજિસ્ટ્રેશનલ કરી શકે છે
ભારતમાં પબ્જી રમનારા ફેન્સને ગેમનું ભારતીય વર્ઝન બૈટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાના આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે પ્લેયર્સની રાહનો અંત આવ્યો છે. આજ(18મે)થી યુઝર્સ ગેમનું પ્રી- રજિસ્ટ્રેશનલ કરી શકે છે. જે ગૂગલ પ્લે એપ સ્ટોરના માધ્યમથી શરુ થઈ ગઈ છે. જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં રજીસ્ટ્રેશન ફક્ત એન્ડ્રોઈડ યુઝર્સ જ કરી શકશે અને કંપનીએ હજું એ સ્પષ્ટ નથી કર્યુ કે તે બૈટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા iOS પર ચાલનારા ડિવાઈસ પર આવશે કે નહીં.
ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ‘Pre Register’ બટન પર ક્લિક કરવાનું રહેશે
કંપનીએ જણાવ્યું કે પ્રી રજિસ્ટ્રેશન કરનારા ફેન્સ સ્પેસિફિક રિવોર્ડ્સ માટે ક્લેમ કરી શકે છે. આ રિવોર્ડ્સ ફક્ત ભારતીય પ્લેયર્સ માટે જ રહેશે. પ્રી રજિસ્ટ્રેશન કરનારા યુઝર્સને ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ‘Pre Register’ બટન પર ક્લિક કરવાનું રહેશે. ગેમ લોન્ચ થવા પર ક્લેમ કરવા માટે રિવોર્ડ ઓટો મેટિક ઉપલબ્ધ રહેશે. પબ્જી મોબાઈલની જેમ આ ગેમ પણ તમામ યુઝર્સ માટે ફ્રી રહેશે.
પબ્જીની જેમ આમાં પણ સૈનહોક મેપ
આ ગેમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં કંપની તરફથી સૈનહોક મેપ સામિલ છે. સૈનહોકને પબ્જી મોબાઈલમાં સપ્ટેમ્બર 2018માં જોડવામાં આવ્યો હતો. કંપનીએ આની ઝલક ફેસબુક પેજ દ્વારા બતાવી હતી. જેનાથી કન્ફર્મ થઈ ગયું કે તેમાં સૈનહોક મેપ આપવામાં આવશે.
ચીનની ટેનસેન્ટ ગેમ્સ સાથેની પાર્ટનરશીપ તોડી નાંખી
જાણકારી મુજબ દક્ષિણ કોરિયાની Kraftonએ પબ્જી ઈન્ડિયાના ફરી પ્રોડક્શન માટે ચીનની ટેનસેન્ટ ગેમ્સ સાથેની પાર્ટનરશીપ તોડી નાંખી હતી. ક્રાફ્ટોને નવી ગેમ માટે એક અલગ વેબસાઈટ બનાવી છે. ક્રાફ્ટને જણાવ્યુ કે ગેમ રમનારા આઉટફિટ્સ જેવા ઈન ગેમ ઈવેન્ટ્સ અને અન્ય ટૂર્નામેન્ટ્સની પણ મજા લઈ શકાશે.