પ્રખ્યાત ફૂટવેર કંપની Bataને પહેલીવાર એક ભારતીયના હાથમાં સોંપવામાં આવી છે. સંદીપ કટારિયાની Bataના ગ્લોબલ સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અગાઉ, તે Bata ભારતના સીઈઓ હતા. તેમને કંપનીના ગ્લોબલ સીઈઓ તરીકે પ્રમોશન મળ્યું છે.
સંદીપ કટારિયાની Bataના ગ્લોબલ સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી
Unilever અને Vodafone જેવી મોટી કંપનીઓમાં 24 વર્ષ સેવા આપી
Bataએ પોતાનું ધ્યાન ખાસ કરીને યંગ કસ્ટમર પર કેન્દ્રિત કર્યુ
સંદીપ કટારિયા Bataના બોસ બન્યા
સંદીપ કટારિયાને તાત્કાલિક અસરથી Bataના ગ્લોબલ સીઇઓ બનાવવામાં આવ્યા છે. આ નિમણૂક એટલે ખાસ બને છે કારણ કે બાટાના 126 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ભારતીયને આ પદ માટે પસંદ કરવામાં આવ્યાં હોય. સંદીપ કટારિયા એલેક્સિસ નાસાર્ડનું સ્થાન લેશે, જે લગભગ 5 વર્ષથી આ પદ પર હતા. કટારિયા 2017 માં બાટા ઈન્ડિયામાં સીઈઓ તરીકે જોડાયા હતા.
24 વર્ષ લાંબો અનુભવ
આ પહેલા તેમણે Unilever, Yum Brands અને Vodafone જેવી મોટી કંપનીઓમાં 24 વર્ષ સેવા આપી છે. IIT દિલ્હીથી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ સંદીપ કટારિયા 1993 ની PGDBM XLRI બેચમાં ગોલ્ડ મેડલ વિજેતા છે.
સંદીપ કટારિયાને સત્ય નાડેલા અને સુંદર પિચાઈની રેન્કમાં સ્થાન મળ્યું છે. વિશ્વમાં કેટલીક અગ્રણી કંપનીઓ છે જે ભારતના લોકો લીડ કરે છે. સત્ય નાડેલા જાણીતી કમ્પ્યુટર કંપની માઇક્રોસોફ્ટના સીઈઓ છે અને સુંદર પિચાઈ ગૂગલની કંપની આલ્ફાબેટના સીઈઓ છે.
Bataને નવી ઉંચાઇ પર લઈ ગયા
2017માં જ્યારે સંદીપ કટારિયાએ બાટા ઈન્ડિયામાં CEO પદે આવ્યા ત્યાર બાદ તેમના નેતૃત્તવ હેઠળ બાટા ઈન્ડિયાએ બમણો નફો કર્યો છે. Bataએ પોતાનું ધ્યાન ખાસ કરીને યંગ કસ્ટમર પર કેન્દ્રિત કર્યુ. તેમણે 'Suprisingly Bata' જેવા અભિયાનથી Bataની છબીને બદલવાનો પ્રયાસ કર્યો.
2019-20માં Bata ઇન્ડિયાની આવક 3,053 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 327 કરોડ રૂપિયા હતો. આ પ્રગતિ પર તેમણે કહ્યું કે 'હું Bataની સફળતાથી સન્માન અનુભવું છું. હું 'જૂતા બનાવનારા' વિશ્વના 120 વર્ષોનો Bataનો ગૌરવપૂર્ણ ઇતિહાસ બનાવવા માટે સતત આ દિશામાં કામ કરતો રહીશ.'