રાજસ્થાનના બાડમેર જિલ્લાની યુવતી આર્મીમાં લેફ્ટનન્ટ બની હતી. દીકરીની આ સિદ્ધિથી પિતા ગદગદ થઈ ગયા હતાં.
ભારતમાં રાજસ્થાન રણપ્રદેશ હોવાનાં કારણે એક સમીએ પછાત રાજ્ય માનવામાં આવત હતું. ભૂતકાળમાં અહીં દીકરી હોવું એક શાપ સમાન માનવામાં આવતું હતું. દીકરીને જન્મ સાથે જ મારી નાખવામાં આવતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે હવે રાજસ્થાનમાંથી પણ દેશ અને પરિવારનું નામ રોશન કરતી દીકરીઓ આવી રહી છે.
સેનામાં લેફ્ટનન્ટ પદ મેળવ્યું દીકરીએ
રાજસ્થાનના બાડમેરની આ ઘટના છે જેમાં એક યુવતી જેનું નામ પ્યારી ચૌધરી છે તેને સેનામાં સીધા લેફ્ટનન્ટનું પદ મળ્યું હતું. સમગ્ર પરિવાર માટે આ ગૌરવની વાત છે અને પરિવાર સહિત આખા ગામે તેની આ સિદ્ધિને વધાવી લીધી હતી.
આખા ગામે કર્યું સ્વાગત
હાલમાં જ પોતાની ટ્રેનિંગ પુરી કરીને આવેલી આ યુવતી જ્યારે ગામ પાછી આવી ત્યારે તેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના લોકોએ તેનું એક મારવાડી ગીત ગાઈને દેશી સ્ટાઇલમાં સ્વાગત કર્યું હતું. આ જોઇને પ્યારી ચૌધરીની ખુશીનો કોઈ પર નહોતો રહ્યો.
આ પળને કદી ભૂલી નહીં શકું
પ્યારી ચૌધરીએ કહ્યું હતું કે જએ રીતે તેણીનું સ્વાગત કરવામાં આવ્યું છે તે જોઈને તે એટલી ખુશ થઈ ગઈ છે કે આ પળને જીવનભર ભૂલી નહીં શકે.
પિતા પણ છે સેનામાં સૂબેદાર
મારા પરિવારના લોકો સેનામાં છે અને મારુ શિક્ષણ પણ સેનાની સ્કૂલોમાં જ થયું છે તેથી પિતા અને પરિવારના સેનામાં હોવાના કારણે નાનપણથી જ મારુ સપનું પણ સેનામાં ભરતી થવાનું હતું. મારા પિતાજી સેનામાં સૂબેદાર હતાં અને હવે મારુ આ સપનું પૂરું થઈ ગયું છે અને હું સીધા લેફ્ટનન્ટ બની ગઈ છું એ વાતની મને ખુશી છે.
દીકરીઓ માટે સંદેશ
પ્યારી ચૌધરીએ કહ્યું હતું કે આપણે ત્યાં દીકરીઓને નાની ઊંમર માં જ લગ્નના બંધનમાં બાંધી દેવામાં આવે છે. પણ દીકરીઓ પણ દિકરાઓથી જરાં પણ ઓછી નથી. કદાચ એટલે જ મે મારા પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે.
હવે IAS બનવાનું સપનું
પ્યારી ચૌધરીએ જણાવ્યું હતું કે હવે તેનું સપનું સિવિલ સર્વિસીઝ એક્ઝામ ક્લિયર કરવાનું છે. બડમેરની પહેલી મહિલા લેફ્ટનન્ટ પ્યારી ચૌધરી પટિયાલા આર્મી સ્કૂલમાં ભણી છે ત્યાર બાદ તેને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો અને પીતાજીના ટ્રાન્સફર દરમિયાન અલગ અલગ રાજ્યોમાં કેવી સ્કૂલોમાં અભ્યાસ કર્યો હતો. આ પછી તેને બીસસી નર્સિંગ મહારાષ્ટ્ર યુનિ. મુંબઈથી પાસ કર્યું હતું.
बाड़मेर के गांव काहू खेडा(कवास) निवासी प्यारी चौधरी लेघा का चयन भारतीय सेना में लेफ्टिनेंट पद पर होने की बहुत-बहुत बधाई। हमें हमारी होनहार बेटी पर बहुत गर्व है कि उसने सेना में जाने का वीरतापूर्ण निर्णय लिया और उसके लिए कड़ी मेहनत करके सफलता हासिल की। जयहिंद 🇮🇳 🙏#Rajasthanpic.twitter.com/6oTuUATOEk
પિતા ગદગદ થઈ ગયા, આપ્યો સંદેશ
પ્યારી ચૌધરીના પિતાજી સેનામાં સૂબેદાર છે અને હવે દીકરી સીધા લેફ્ટનન્ટ બનતા તેણીના પિતા કસ્તૂરરામ ખુશ થઈ ગયા હતાં. તેમણે કહ્યું હતું કે આનાથી મોટી વાત એક પિતા માટે શું હોઇ શકે? અમારે ત્યાં 18 વર્ષે દીકરીને પરણાવીને મોકલી દેવામાં આવે છે. સબંધીઓ મને પણ આગ્રહ કરી રહ્યા હતા પરંતુ મે તેમણે ન સાંભળ્યા. મે દીકરીને ભણાવી અને જુઓ! પરિણામ સામે છે. મારી દીકરી ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ બની ગઈ છે.