બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / barmer pakistani boy who entered india border bsf fed first cgnt

માનવતા / ભારતની બોર્ડરમાં ઘુસી આવ્યો પાકિસ્તાની બાળક, BSFએ પહેલા ખાવાનું આપ્યું, પછી...

Dharmishtha

Last Updated: 11:44 AM, 3 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના બોર્ડર વિસ્તારમાં બાડમેરમાં સીમા પાર કરી ભૂલથી આવી ગયેલા એક માસૂમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)એ પાકિસ્તાનને પરત કર્યો છે.

  • પુછપરછમાં પોતે પાકિસ્તાની હોવાનું જણાવ્યુ
  • માસૂમ બાળકને પાકિસ્તાનને સોંપી દીધો
  • ઘણા સમય સુધી પાકિસ્તાને ગેમરારામની વાત બીએસએફથી છુપાવી

માસૂમને બીએસએફએ  જમાડ્યો

આ સમાચાર એટલા માટે ખાસ છે કે બાડમેરનો એક યુવક ગત કેટલાક મહિનાઓથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. પરંતુ ભારતની સીમા સુરક્ષા દળે માસૂમને ફક્ત સરહદ પાર કરતા ન ફ્કત જ જમાડ્યો. પરંતુ તે બાદ ફ્લેગ મીટિંગ કરી પાકિસ્તાન રેન્જર્સને બોલાવ્યા અને તે બાદ માસૂમ બાળકને પાકિસ્તાનને સોંપી દીધો. પાકિસ્તાનને સોંપતા સમય સુધી બાળકના સ્વાસ્થ્યનું પુરતુ ધ્યાન રાખવામાં  આવ્યું.

માસૂમ બાળકને પાકિસ્તાનને સોંપી દીધો

જો કે આ સમયે સવાલ એ પણ બને છે કે આ ભારતના બાડમેર જિલ્લાના સજ્જનને પાર નિવાસી ગેમરારામ 6 મહિનાથી પાકિસ્તાનની જેલમાં બંધ છે પરંતુ તેને પરત સોંપવા માટે પાકિસ્તાન કંઈ પણ નથી કરી રહ્યુ. જાણકારી મુજબ પાકિસ્તાનનો કરિમ ગત શુક્રવારે સાંજે 5 વાગે ભારતીય સીમામાં ઘૂસ્યો હતો. ભારતની સરહદમાં આવેલા કરીમને સીમા સુરક્ષા દળના જવાનોએ માનવતાનો પરિચય આપતા જમાડ્યો. એ બાદ પાકિસ્તાન રેન્જર્સને બોલાવ્યા અને તે બાદ માસૂમ બાળકને પાકિસ્તાનને સોંપી દીધો. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે લગભગ 5 વાગે પાકિસ્તાનના થારપારકર જિલ્લાના નાગરપારકર વિસ્તારના દમન ખાંનો  8 વર્ષીય પાકિસ્તાની પુત્ર કરિમ ભુલથી ભારતની સીમામાં પ્રવેશ્યો હતો.

પુછપરછમાં પોતે પાકિસ્તાની હોવાનું જણાવ્યુ

અહીં સીમા પર તૈનાત જવાનોએ રડી રહેલા બાળકને જમાડી પુછપરછ કરતા તેણે પોતે પાકિસ્તાની હોવાનું જણાવ્યુ. જે બાદ ભારત- પાકિસ્તાનના જવાનોએ સાંજે 7 વાગે ફ્લેગ મીટિંગ કરી. જેમાં બાળકને પાકિસ્તાનને સોંપ્યો.

ઘણા સમય સુધી પાકિસ્તાને ગેમરારામની વાત બીએસએફથી છુપાવી

ઉલ્લેખનીય છે કે બાડમેર જિલ્લાના બીજરાડ પોલીસ સ્ટેશન વિસ્તારના સજ્જનના પાર નિવાસી યુવક ગેમરારામ 5 નવેમ્બરે રાતે અંધારામાં તારબંધી પાર કરી પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. પાકિસ્તાનમાં જતા જ તેને 6 નવેમ્બરે ત્યાના રેન્જર્સે પકડી પાડ્યો હતો.  આ અંગે ભારતના બીએસએફ અધિકારીઓને જાણકારી આપી અને  ગેમરારામને જેલમાં બંધ કરી દીધો. પાક રેન્જર્સે બીએસએફ અધિકારીઓને ગેમરારામની જાણકારી ત્યારે આપી જ્યારે પાકિસ્તાનમાંથી 84 બકરીઓ અને 8 ઘેંટા બાડમેરમાં આવી ગયા. બકરી અને ઘેંટા અંગે થયેલી બેઠકમાં પાકિસ્તાને બીએસએફને ગેમરારામની જાણકારી આપી.  વાર્તા બાદ બીએસએફે ઘેંટા બકરા પરત કરી દીધા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

BSF Barmer pakistani પાકિસ્તાન બાડમેર બીએસએફ Border
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ