Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

OMG / લગ્ન બાદ દુલ્હન સાસરે નહીં પરંતુ પહોંચી અહીં, કિસ્સો ટોક ઓફ ધ ટાઉન

લગ્ન બાદ દુલ્હન સાસરે નહીં પરંતુ પહોંચી અહીં, કિસ્સો ટોક ઓફ ધ ટાઉન

રાજસ્થાનના બારન શહેરની ગુંજન સુમન સોમવારે લગ્નના પ્રથમ દિવસે જ એક આદર્શ વહુ તરીકે ચર્ચામાં રહી. રવિવારે રાત્રે, ગુંજને રાજેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. સોમવારે સવારે તેણીને તેના પતિ સાથે સાસરે જવાનું હતું.

પરંતુ તેણીએ ઘરમાંથી વિદાય લેતા પહેલા મતદાન કરવા માટે મતદાન મથક પર જવાનું કહ્યું હતું અને સાસરે જતાં પહેલા દુલ્હા-દુલ્હન મતદાન કેન્દ્ર પહોંચ્યા અને ગુંજને મતદાન કર્યુ. વિદાઇ પહેલા મતદાન કેન્દ્ર પર દુલ્હનને જોઇને હાજર તમામ લોકો તેના વખાણ કરવા લાગ્યા હતા.

બારનની ઉત્તર કોલોનીના નિવાસી રમેશ સુમનની દિકરી ગુંજન સુમનના લગ્નફેરા કોટાના હનવત ખેડાના નિવાસી રાજેન્દ્ર સુમન સાથે સવારે 4 વાગ્યે થયાં હતા.

દુલ્હનને લેવા આવેલ ગાડી સાસરે જતાં પહેલા ગર્લ્સ કોલેજ ખાતે આવેલ મતદાન મથકે પહોંચી હતી અને સુમને પોતાનો મત આપ્યો હતો. મતદાન કરવા પહોંચેલી દુલ્હન સાથે તેનો પતિ રાજેન્દ્ર અને વરરાજાની બહેન સહિત સમગ્ર પરિવારજનો હાજર રહ્યા હતા.

મતદાન કરીને મતદાન કેન્દ્રની બહાર આવેલ દુલ્હન સુમને જણાવ્યું હતું કે એક મતનું ખૂબ જ મહત્વ છે અને એક મતથી લોકશાહીને મજબૂત કરતા પહેલા જ મેં સાસરે ગયા પહેલા મત આપવાનો નિર્ણય કર્યો હતો. અત્રે જણાવી દઇએ કે, બારાંમાં 1040 મતદાન કેન્દ્ર પર કુલ 8 લાખ 88 હજાર 651 મતદાતાઓ નોંધાયેલ છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ