Bar Association to go to court to file complaint against PI for misbehaving with advocate in Modasa
વિવાદ /
મોડાસામાં એડવોકેટ સાથે અશોભનીય વર્તન કરનારા PI સામે ફરિયાદ કરવા બાર એસોસિએશન જશે કોર્ટમાં
Team VTV06:39 PM, 18 Jun 22
| Updated: 06:43 PM, 18 Jun 22
મોડાસા ગ્રામ્યના પીઆઇએ વકીલ સાથે અશોભનીય વર્તન કર્યાનો આક્ષેપ, મોડાસા બાર એસો.PI સામે કેસ દાખલ કરશે
મોડાસા ગ્રામ્યના PI સામે વકીલોનો મોર્ચો
PIએ વકીલ સાથે ગરેવર્તણૂક કર્યાનો આક્ષેપ
મોડાસા બાર એસો.PI સામે કેસ દાખલ કરશે
મોડાસા ગ્રામ્યના પીઆઇ સામે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિગત એવી છે કે, વકીલોએ આક્ષેપ કર્યો છે કે, મોડાસા ગ્રામ્યના પીઆઇએ વકીલ સાથે અશોભનીય વર્તન કર્યું હતું. વકીલ અસીલના કેસ બાબતે પૂછપરછ માટે PI ને મળવા ગયા બાદ આ ઘટના બની હોવાનું વકીલોનું કહેવું છે.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ સામે વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં PI ચેતનસિંહ રાઠોડ સામે વકીલ સાથે અશોભનીય વર્તનનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોડાસા ગ્રામ્યના PIના વર્તન બદલ બાર એસોસિએશન દ્વારા હવે કોર્ટમાં ફરિયાદ કરવાની કવાયત હાથ ધરાઇ છે.
શું છે સમગ્ર મામલો ?
મોડાસામાં વકીલોએ કરેલ આક્ષેપ મુજબ વકીલ ગોપાલ ભરવાડ અસીલના કેસ બાબતે પૂછપરછ માટે મોડાસા રૂરલ PI ચેતનસિંહ રાઠોડને મળવા ગયા હતા. જ્યાં વકીલ સાથે PIએ ગેરવર્તન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈ હવે મોડાસા ગ્રામ્યના PI સામે મોડાસા બાર એસો. દ્વારા ફરિયાદ કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. આ તરફ હવે મોડાસા ગ્રામ્યના PIના વર્તન બદલ બાર એસોસિએશન કોર્ટમાં ફરિયાદ કરશે.