બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બાપુનગરના લોકો ગટરનું ગંદુ પાણી પીવા મજબૂર, કરાઇ અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું

અમદાવાદ / બાપુનગરના લોકો ગટરનું ગંદુ પાણી પીવા મજબૂર, કરાઇ અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું

Sanjay Vibhakar

Last Updated: 01:38 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bapunagar Water Problem Latest News : બાપુનગરમાં પીવાના પાણીની લાઈનમાં ભળીને આવી રહ્યુ છે ગટરનુ ગંદુ પાણી, હાઉસીંગના લોકોની અનેક રજૂઆતો છત્તા તંત્રના પેટનુ પાણી હલતુ નથી

Bapunagar Water Problem : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં છેલ્લા ત્રણેક વર્ષથી પાણીની પાઈપ લાઈનની અંદર ગટરનુ ગંદુ પાણી આવી રહ્યુ હોવાના ગંભીર આક્ષેપ થતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ બાપુનગર હાઉસિંગમાં પીવા લાયક પાણી નહી હોવાથી લોકો ત્રાસી ગયા છે. આ સંદર્ભમાં મ્યુનિ.કોર્પોરેશનમાં લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે પણ કોઈ જ પરિણામ આવી શક્યુ ન હોવાનું સ્થાનિકો જાણવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, જે વિસ્તારમાં પીવાની પાણી સાથે ગટરનુ ગંદુ પાણી આવી રહ્યુ છે ત્યાં વાલ્મિકી સમાજના લોકોની સંખ્યા વધુ છે. તેથી એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે, તંત્ર દ્રારા જાણી જોઈને કોઈ પ્રકારની કાર્યવાહી કરાતી નથી.

મેટ્રો સિટી અમદાવાદના બાપુનગર હાઉસીંગ બ્લોક નં. 640, 641, 642ના રહીશો પીવાના પાણીની સમસ્યાને લઈને ભારે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ રહેણાક વિસ્તાર છે જ્યાં ગટરનુ પાણી પીવાની પાઈપલાઈનની અંદર ભળીને આવે છે તેવા પાંચ ડઝનથી વધુ પરિવારો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબપીવાનુ પાણી જ્યારે શરૂ થાય ત્યારે ખુબ જ ગંદી વાસ આવે છે. પાણી પણ ઘણુ જ ડહોળુ હોય છે. પાણીની વાસ તેમજ તેનો કલર જોઈને પણ લોકોને ઉલ્ટી થઈ જાય છે. જો આવુ પાણી પીનારા લોકો ગંભીર બીમારીમાં સપડાય જાય છે. પાણીનો અન્ય કોઈ વિકલ્પ જે લોકો પાસે નથી તેવા લોકો શરૂઆતની થોડી મિનિટો સુધી પાણીને જવા દે છે. ત્યાર બાદ પાણી થોડુ ચોખ્ખુ આવે છે. આ પાણી ભરીને લોકો તેને પીવે છે અને રાંધવામાં તેનો ઉપયોગ કરે છે. જોકે આ પાણી પણ આરોગ્ય માટે ખતરનાક છે.

આવો જાણીએ શું કહી રહ્યા છે નાગરિકો ?

અહીંના નાગરીકોનુ કહેવુ છે કે, અમે અહીંના કોર્પોરેટરો, મ્યુનિ.અધિકારીઓને અવારનવાર લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં પીવાના પાણીની સમસ્યા ઉપરાંત નવો પાકો રોડ બનાવવાની માગણી કરાઈ છે. અહીંના રસ્તા પણ ઉબડખાબડ છે. જેથી અનેક લોકોએ ઓનલાઈન ફરિયાદ કરી છે. આ અરજી સંદર્ભે 3-4 દીવસ પછી એવો જવાબ આવે છે કે, તમારી સમસ્યાનુ સમાધાન થઈ ગયુ છે. વાસ્તવમાં કોઈ જ સમસ્યાનો નિકાલ થયો હોતો ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

વધુ વાંચો : ભારે પવન સાથે ગુજરાતના આ 3 જિલ્લાઓમાં મેઘરાજા મચાવી શકે છે તાંડવ, અપાયું રેડ એલર્ટ!

સ્થાનિકોનું માનીએ તો ઓનલાઈન જવાબમાં પણ એવુ લખે છે કે, તમારી ફરિયાદનો નિકાલ થઈ ગયો છે. રહીશો કહી રહ્યા છે કે, અહીં ચોક્કસ જ્ઞાતીની સંખ્યા વધુ હોવાને કારણે જ આ પ્રશ્નનો નિકાલ કરાતો નથી. ભુતકાળમાં પણ આવુ ગંદુ પાણી પીને અનેક લોકો બીમારીમાં સપડાઈ ગયા હતા. નાગરીકોની માગણી છે કે, તંત્રએ માનવતાને ધ્યાનમાં રાખીને પણ ગંદાપાણીની પાઈપલાઈનને બદલી દેવી જોઈએ. આ સાથે પીવાના પાણીની નવી પાઈપલાઈન નાખીને સમસ્યાને દૂર કરવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Water Problem Bapunagar Bapunagar Water Problem
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ