બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:42 AM, 17 September 2024
New York Hindu Temple Vandalized : વિદેશમાં ફરી એકવાર મંદીરમાં તોડફોડની ઘટના સામે આવી છે. અમેરિકાના ન્યુયોર્ક સ્થિત BAPS સ્વામી નારાયણ મંદિરમાં તોડફોડનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહીં મંદિરમાં PM મોદી વિરુદ્ધ અપશબ્દો પણ લખવામાં આવ્યા હતા. અજાણ્યા હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે મંદિરની તોડફોડની સખત નિંદા કરી અને કહ્યું કે, તે એક જઘન્ય અપરાધ છે. આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
The vandalism of the BAPS Swaminarayan Temple in Melville, New York, is unacceptable ; The Consulate @IndiainNewYork is in touch with the community and has raised the matter with U.S. law enforcement authorities for prompt action against the perpetrators of this heinous act.…
— India in New York (@IndiainNewYork) September 16, 2024
BAPS સ્વામી નારાયણ સંસ્થાએ મેલવિલે, ન્યૂયોર્કમાં BAPS સ્વામી નારાયણ મંદિરને ધિક્કારજનક સંદેશાઓ સાથે અપમાનિત કરવાની પણ નિંદા કરી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ઉત્તર અમેરિકાના વિવિધ હિંદુ મંદિરોમાં આવી જ ઘટનાઓ બની છે.
ADVERTISEMENT
ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસ તરફથી ટ્વિટર પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ન્યૂયોર્કના મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે. દૂતાવાસ સમુદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ ઘટનાના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે યુએસ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે આ મામલો ઉઠાવ્યો છે.
વધુ વાંચો : 'પહેલા તમારા ઘરનું સંભાળો' ભારતે ઈરાનના સુપ્રીમ લીડરને મોં પર સંભળાવ્યું, શું વિવાદ?
BAPS સ્વામી નારાયણ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે પ્રાર્થના કરીએ છીએ કે, જેમણે આ ગુનો કર્યો છે તેઓ તેમની નફરતમાંથી મુક્ત થાય અને સામાન્ય માનવતા જુએ. BAPS સ્વામી નારાયણ સંસ્થાએ જણાવ્યું હતું કે, આજે 16 સપ્ટેમ્બર, 2024ના રોજ આપણે દુ:ખી છીએ કે આપણે ફરી એકવાર નફરત અને અસહિષ્ણુતાના ચહેરા પર શાંતિ માટે અપીલ કરવી પડી છે. ગઈકાલે રાત્રે મેલવિલે ન્યુયોર્કમાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને નફરતના સંદેશાઓ સાથે અપવિત્ર કરવામાં આવ્યું હતું. કમનસીબે આ એક અલગ ઘટના નથી. ઉત્તર અમેરિકામાં વિવિધ હિંદુ મંદિરોમાં અપવિત્રની સમાન ઘટનાઓ બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.