બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Banks will deduct 2 and 5 percent TDS for withdrawing cash greater than 20 lakh and 1 crore

અગત્યની જાહેરાત / 1લી જુલાઈથી આટલાથી વધુ રોકડ ઉપાડવા ઉપર બેંક કાપશે 2% અને 5% TDS; જાણો વિગતો

Shalin

Last Updated: 04:28 PM, 5 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 લી જુલાઈ 2020થી દેશભરની બેંકો આઇટી અધિકારીની ભૂમિકા ભજવશે કલમ-14 એન  હેઠળ કરવામાં આવેલા કેટલાક ફેરફારો મુજબ બેંકો 1 લી જુલાઈ 2020 થી કરન્ટ કે સેવિંગ્ઝ એકાઉન્ટ ધરાવનારા ખાતેદાર જો રૂ 20 લાખથી વધુના રોકડનો ઉપાડ કરેતો બેન્ક 2 ટકા ટીડીએસ કાપી લેશે.

  • બેંકો હવે આઇટી અધિકારીની ભૂમિકામાં; કાપશે રોકડ ઉપર TDS
  • ખાતેદારો હવે રૂ 20લાખથી વધુ રકમ ઉપાડે તો 2 ટકા TDS કાપી લેવાશે

બેંકે ખાતેદાર નિયમિત ઇન્કમટેક્ષ રિટર્ન ભરે છે કે કેમ તે પણ જોવાનું રહેશે સામાન્ય રીતે આ પહેલા લોકોના રોકડ ઉપાડ અને જમા પર આવકવેરા વિભાગની નોટિસ આવે ત્યાર પછી કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ હવે આ કલમ હેઠળ ફટાફટ ટીડીએસ કપાશે 23 માર્ચ 2020ના રોજ નાણા બિલમાં આ સુધારો મંજુર કરાયો છે જેનો અમલ 1 લી જુલાઈ થી કરવામાં આવશે.

આ નવી જોગવાઈ મુજબ રાષ્ટ્રીયકૃત બેન્કો ,સહકારી બેંકો,બેન્કિંગ કરતી સહકારી મંડળીઓ,પોસ્ટ ઓફિસ વિગેરે ની બ્રાન્ચમાં આવા એક કે એક થી વધુ ખાતા ધરાવનારા ખાતેદાર જેમાં વ્યક્તિ,એચયુએફ,કે પેઢી 1લી જુલાઈથી જો 20 લાખથી વધુ અને એક કરોડ સુધીના રોકડ ઉપાડ કરે તો બે ટકા ટીડીએસ અને જો એક કરોડથી વધુનો રોકડ ઉપાડ કરેતો પાંચ ટકા ટીડીએસ બેન્કોજ ખાતેદારના ખાતામાંથી કાપી લેશે આ મોટી રકમ ઉપાડનાર ખાતેદારના બેંકો છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન પણ મંગાવશે.

પ્રતિકાત્મક તસ્વીર

જેમાં આકારણી  વર્ષ 2017-18,2018-19,અને 2019-20 ના રિટર્ન ડ્યું ડેઈટથી પહેલા ભરેલા હોય તો બેન્કોએ ખાતેદાર એક કરોડથી વધુની રકમ ઉપાડવા ઉપર ખાતેદારને લાભ આપવાનો રહેશે એટલે કે એક કરોડથી વધુના રોકડ ઉપાડ ઉપર પાંચ ટકાને બદલે બે ટકા ટીડીએસ કપાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Banks TDS cash ટીડીએસ બેંક રોકડ Banking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ