કામની ખબર /
ફટાફટ બેન્કના કામ પતાવી લેજો, એપ્રિલમાં 15 દિવસ બેન્ક રહેશે બંધ, જુઓ રજાનું આખુંય લિસ્ટ
Team VTV11:56 PM, 27 Mar 23
| Updated: 04:53 PM, 28 Mar 23
Bank holidays April 2023: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)ના એપ્રિલ 2023 માટે બેંકોની રજા(Bank holidays April 2023)નું લિસ્ટ જાહેર થયુ છે. જાણો એપ્રિલ 2023 માટે બેંકોની રજાઓની યાદી Vtv Gujarati પર.
સમગ્ર દેશમાં બેંકો 15 દિવસ સુધી બંધ રહેશે નહીં
આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં છે
Bank holidays April 2023: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના એપ્રિલ 2023 માટે બેંકોની રજા (Bank Holidays in April 2023)નું લિસ્ટ જાહેર થઇ ગયુ છે. તેવામાં તમે જાણીલો એપ્રિલ માટે છોડેલા કામો કરવા માટે બ્રાંચ પર જતા પહેલા આ લિસ્ટ (Bank Holidays List)પર જરુરથી જોઇ લેજો. આ લિસ્ટ અનુસાર એપ્રિલ 2023 માં કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે.
એપ્રિલ મહિનામાં કુલ 15 દિવસ બેંક રજાઓમાંથી 4 રજાઓ રવિવારની છે. સાથે ઘણી રજાઓ સંડગ પડવાની રહી છે. જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં બેંકો 15 દિવસ સુધી બંધ રહેશે નહીં. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં છે. આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં લાગુ થશે નહીં. તે જ સમયે, આરબીઆઈની ગાઇડલાઇન અનુસાર, રવિવાર સિવાય બેંકો મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે.
એપ્રિલ 2023ના બેંક હોલિડે
આજકાલ બેંકનું મોટા ભાગનું કામ ઘરે બેસીને થાય છે, પરંતુ હજુ પણ ઘણા કામો માટે બેંકની શાખામાં જવું પડે છે. આવી સ્થિતિમાં તમારા માટે બેંકોની રજાઓ વિશે જાણવું મહત્વપૂર્ણ છે, જેથી અસુવિધા ટાળી શકાય. આવો જાણીએ કે, એપ્રિલ 2023 માં કયા રાજ્યોમાં બેંકો બંધ રહેશે? તેથી, આગામી મહિનાની રજાઓની સૂચિના આધારે, તમારે તમારી બેંક સાથે સંબંધિત કામકાજ સાથે વ્યવહાર પતાવી લેવો જોઈએ, જેથી તમે બિનજરૂરી સમસ્યાઓથી બચી શકો.
1 એપ્રિલ: બેંક એકાઉન્ટ ક્લોઝિંગ થવાને કારણે બેંકોમાં રજા
2 એપ્રિલ: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા
4 એપ્રિલ: મહાવીર જયંતિના કારણે અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગ્લોર, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર અને રાંચી ઝોનમાં બેંક રજા.