બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 01:47 PM, 5 June 2020
ADVERTISEMENT
રિપોર્ચ મુજબ અત્યારે એટીએમ કાર્ડમાં મેગ્નેટિક સ્ટાઈપ હોય છે. જેમાં ગ્રાહકનો સંપૂર્ણ ડેટા હોય છે. એટીએમ કાર્ડ મશીનમાં એન્ટર કરીને પિન નંબર નાખ્યા બાદ ડેટાને ચેક કરે છે. ત્યારબાદ ગ્રાહકો પૈસા કાઢી શકે છે.
ADVERTISEMENT
જોકે હવે કોરોના કાળમમાં બેંક કોન્ટેક્ટ લેસ એટીએમ મશીન લાવી રહી છે. જેમાં ગ્રાહકોને એટીએમ મશીન અડવાની જરૂર નહીં પડે. જી હાં, ક્યાંય પણ ટચ કર્યા વિના અને કોઈપણ બટન દબાવ્યા વિના ગ્રાહકો મોબાઈલ ફોનથી કેશ કાઢી શકશે. તેના માટે એટીએમ પર આપેલાં ક્યૂઆર કોડને સ્કેન કરવાનું રહેશે અને પછી મોબાઈલમાં અમાઉન્ટ નાખવાનો રહેશે અને કેશ એટીએમમાંથી નીકળી જશે.
કોન્ટેક્સ લેસ એટીએમ મશીનની જાણકારી આપતા એજીએસ ટ્રાંસેક્ટના સીઈઓ મહેશ પટેલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ક્યૂઆર કોડની મદદથી પૈસા કાઢવા ખૂબ જ સરળ અને સેફ રહેશે. સાથે જ તેનાથી કાર્ડની ક્લોનિંગનો ખતરો પણ રહેશે નહીં. તેમણે જણાવ્યું કે, આ ખૂબ જ ફાસ્ટ સર્વિસ છે. માત્ર 25 સેકન્ડમાં કેશ કાઢી શકાશે. ફિઝિકલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન અત્યારે ખૂબ જ જરૂરી છે અને એટીએમથી પણ સંક્રમણ ફેલાવાનો ખતરો રહેલો છે. એવામાં બેંકોનો આ નિર્ણય ગ્રાહકો માટે ફાયદાકારી સાબિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.