સારાં સમાચાર / કોરોના સંકટમાં લોન ચૂકવવાની ટેન્શન થશે ખતમ, જો આવું થયું તો 2 વર્ષ સુધી EMI ભરવી નહીં પડે

Banks may defer EMI for loans, RBI Permits One Time Restructuring Of Loans

કોરોના સંકટમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકોની સેલરી ઘટી ગઈ છે તો કેટલાક લોકોની નોકરી જતી રહી છે અને જ્યારે લોનના હપ્તા ભરવાની તારીખ આવે છે ત્યારે હાલત વધુ ખરાબ થઈ જાય છે. આ મુશ્કેલ સમયમાં કોઈએ પોતાની એફડી તોડાવી તો કોઈએ પીએફના પૈસા કાઢીને ગુજરાન ચલાવ્યું છે. આ પહેલાં આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી બેવાર લોન મોરટોરિયમથી રાહત મળી હતી, પરંતુ હવે એ પણ 31 ઓગસ્ટે ખતમ થવાનું છે. એ પછી તમે ઈએમઆઈ કઈ રીતે ભરશો, એ સૌથી મોટો સવાલ છે. જેથી લોકોને રાહત આપવા માટે રિઝર્વ બેંક એક સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે, જેનું નામ છે વન ટાઈમ રીસ્ટ્રક્ચરિંગ સ્કીમ. ચાલો જાણીએ શું છે આ સ્કીમ.

બ્રેકિંગ ન્યૂઝ