ટેકનોલોજી / 2020માં બેન્કિંગ અને ઇ-કોમર્સ વેબસાઇટ પર મોટાપાયે સાયબર હુમલાની આશંકા

Banking and e commerce website suspected of massive cyber attack in 2020

2020ના નવા વર્ષમાં અનેક નવી ટેકનોલોજી આવી રહી છે. બીજી બાજુ સાયબર એટેક પણ વધુ થાય તેવી આશંકા છે. 2020માં સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓની નજર મોબાઇલ બેન્કિંગ અને ઇ કોમર્સ પર રહેશે તેમ સાયબર સિક્યુરિટી સોફ્ટવેર બનાવતી અગ્રણી કંપનીએ જણાવ્યું છે. કંપનીનો દાવો છે કે નવા વર્ષમાં શેરબજારમાં રોકાણ માટેની એપ્લિકેશનો, ઓનલાઇન ફાઇનાન્સિયલ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ્સ તેમજ બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી પર સાયબર માફિયા અને હેકર્સની નજર રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ