8 ડિસેમ્બરથી બંધ થશે 500-2000ની નોટ?? RBIની ગાઇડલાઇન જાહેર

By : juhiparikh 03:22 PM, 15 November 2017 | Updated : 05:25 PM, 15 November 2017

ઇન્ટરનેટ પર એક એવા સમાચાર અને મેસેજ વાયરલ થઇ રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે RBIના નવા નિયમ અનુસાર, 8 ડિસેમ્બરથી આ ખાસ ક્રાઇટેરિયાની નવી નોટ અમાન્ય થઇ જશે. દેશની કોઇ પણ બેંક આ પ્રકારના નોટનો સ્વીકાર નહી કરે...

શું થયું સોશ્યલ મીડિયા પર વાયરલ?

વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે RBIએ નવો નિયમ લાગૂ કર્યો છે, જેના અનુસાર, એવી તમામ નવી નોટ રદ્દી થઇ જશે જેમાં ધાર્મિક, પૉલિટિક્સ અને બિઝનેસથી જોડાયેલો કોઇ મેસેજ અથવા તો કોઇ ઑબ્જેક્શનેનલ વર્ડ લખવામાં આવ્યો હશે, જેને બેંક સ્વીકારશે નહી.

આ વાતથી જોડાયેલી એક અન્ય મેસેજ વાયરલ થયો છે જેમાં 8 ડિસેમ્બરથી ખાસ પ્રકારની નવી નોટ અમાન્ય ઘોષિત કરવામાં આવશે. ટૂંક સમયમાં આ બેંકોમાં તેણે જમા કરાવી દો. ગુજરાતની ચૂંટણીમાં પોતાની હારનું અનુમાન લગાવીને સરકારેના કહેવા પર RBIએ આ પગલું ભર્યુ છે.

આ છે નિયમ:

વાસ્તવમાં નોટ માન્ય નહી કરવાનો કોઇ નવો નિયમ નથી. પરંતુ નોટબંધી પછી RBIએ 'એક્સચેન્જ ઑફ નોટ્સ' નોટિફિકેશનમાં આ નિયમનો ઉલ્લેખ છે. RBI અનુસાર, આ નોટિફિકેશન હાલની તારીખમાં પણ વેબસાઇટમાં છે. RBIએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે, સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલા આ દાવા ખોટા છે. RBI જ્યારે પણ આ પ્રકારનો નિયમ જાહેર કરે છે ત્યારે તેની નોટિફિકેશન મીડિયામાં જાહેર કરવામાં આવે છે. આ પ્રકારની ખાસ નોટોની સંબંધિત  'એક્સચેન્જ ઑફ નોટ્સ' નો નિયમ 2016માં લાગૂ કરવામાં આવ્યો હતો.
Recent Story

Popular Story