ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

હડતાળ / રાષ્ટ્રીયકૃત બેંકના વિલિનીકરણ સામેના વિરોધમાં આજે બેંક કર્મચારીઓની હડતાળ

દેશભરમાં બેંકના બે સંગઠનો બેંકોના વિલીનકરણના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે. બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને સિન્ડિકેટ જેવી અન્ય સરકારી બેંકોના વિલિનીકરણના વિરોધમાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે દિલ્લીમાં બેંક કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અને વિલીનકરણ અટકાવવા માગણી કરી છે. તો બીજી તરફ કોલકાતામાં પણ બેંક કર્મચારીઓએ સાઈન બોર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો. આ તરફ બેંગાલુરુમાં પણ બેંક કર્મચારીઓ વિરોધ પર ઉતર્યા છે. અને બેંકોના મર્જરનો વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ તહેવાર નજીક હોવાથી હડતાળથી લોકોને પણ હાલાકી થઈ રહી છે. જોકે SBI બેંકના આ કર્મચારીઓ હડતાળમાં નથી જોડાયા. તો બીજી તરફ તમામ ખાનગી બેંકો ચાલુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ